યુવક પ્રેમિકાને ઘરે મળવા જતા ગામલોકોએ તેને પુરી દીધો

કૌશામ્બી, કૌશામ્બી જિલ્લામાં એક છોકરાને ચોકલેટ ડે પર તેની ગર્લફ્રેન્ડને મળવું મોંઘુ પડી ગયું હતું. વેલેન્ટાઈન વીકના દિવસે તે તેની ગર્લફ્રેન્ડના ઘરે ચોકલેટ લઈને તેને મળવા પહોંચ્યો હતો. આ દરમિયાન, ગામના લોકોએ તેને જાેયો અને ઘરને ચારે બાજુથી ઘેરી લીધું હતું.
આ પછી દરવાજાે બહારથી બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પોલીસને પણ બોલાવવામાં આવી હતી. આ મામલો ચારવા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. કોખરાજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક યુવતીને તે જ ગામના યુવક સાથે પ્રેમ છે. તે ચારવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેની બહેનના સાસરે આવી હતી. ગુરુવારે બપોરે તેનો પ્રેમી ચોકલેટ ડે નિમિત્તે તેને ચોકલેટ લઈને મળવા ગયો હતો. યુવતીએ તેને ફોન પર કહ્યું કે, ઘરમાં કોઈ નથી, તમે આવો. ગામલોકોને જાણ થતાં જ પ્રેમી ઘરે પહોંચ્યો હતો.
બંનેને ઘરની અંદર બંધક બનાવ્યા બાદ દરવાજાે બંધ કરી દીધો હતો. તેમજ પરિવારજનોને ઘટના અંગે જાણ કરી હતી. આ દરમિયાન, કોઈએ પોલીસને પણ જાણ કરી હતી. માહિતી મળતાં જ, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, છોકરાને ઘરની બહાર કાઢીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ પછી યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તહરીરના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
આ આશ્ચર્યજનક મામલામાં એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ સમર બહાદુરે જણાવ્યું કે, યુવતીએ તેના પ્રેમીને તેના જીજાજીના ઘરે બોલાવ્યો હતો. ગ્રામજનોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. યુવતીના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે.SS1MS