Western Times News

Gujarati News

અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી અને આવતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર

File Photo

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પર કેટલીક ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર નીચેની ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર

•તારીખ 14.02.2023 થી ટ્રેન નં.12479 જોધપુર-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 03.25/03.40 ના બદલે 03.20/03.25 કલાકનો રહેશે.

•તારીખ  14.02.2023 થી, ટ્રેન નંબર 12480 બાંદ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના આગમન-પ્રસ્થાનનો સમય 20.25/20.35 કલાકને બદલે 20.25/20.30 કલાકનો રહેશે.

•તારીખ 14.02.2023 થી, ટ્રેન નંબર 19055 વલસાડ-જોધપુર એક્સપ્રેસ ટ્રેનના આગમન-પ્રસ્થાનનો સમય 23:50/23:59 ના બદલે 23.50/23:55 કલાકનો હશે.

•તારીખ 15.02.2023 થી, ટ્રેન નંબર 19056 જોધપુર-વલસાડ એક્સપ્રેસના આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 ના બદલે 03.00/03.05 કલાકનો રહેશે.

•તારીખ 16.02.2023 થી ટ્રેન નંબર 20943 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 05.00/5.10 ના બદલે 05.00/5.05 કલાકનો રહેશે.

•તારીખ 17.02.2023 થી 20944 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 00.35/00.45 ને બદલે 00.35/00.40 કલાકનો રહેશે.

•તારીખ 17.02.2023 થી ટ્રેન નંબર 22965 બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ – ભગત કી કોઠી એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 07.25/07.35 ના બદલે 07.25/07.30 કલાકનો રહેશે.

•તારીખ 18.02.2023 થી 22966 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસનો આગમન-પ્રસ્થાનનો સમય 03.10/03.25 કલાકને બદલે 03.00/03.05 કલાકનો રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.