Western Times News

Gujarati News

અમદાવાદ રેલવે સ્ટેશન પર બે એસ્કેલેટર અને ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ

માનનીય સાંસદ, અમદાવાદ પશ્ચિમ, ડૉ. કિરીટ પી. સોલંકી અને માનનીય મેયર, અમદાવાદ, શ્રી કિરીટ પરમાર, દ્વારા માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહની હાજરીમાં, આજે, તારીખ 11 ફેબ્રુઆરી, 2023 ના રોજ ઓટોમેટિક સીડીઓ (એસ્કેલેટર) રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ રેલવે સ્ટેશન પરિસર માં અને અમદાવાદ સ્ટેશનના મણિનગર છેડે ફૂટ ઓવર બ્રિજ (FOB) નું લોકાર્પણ  કર્યું.

મંડળ રેલ પ્રબંધક શ્રી તરૂણ જૈને માનનીય સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, માનનીય મેયર શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહનું એક છોડ આપીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક શ્રી જૈને માહિતી આપી હતી કે અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે.

જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 મુસાફરો કરી શકશે. આ એસ્કેલેટર લગાવ્યા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનના તમામ પ્લેટફોર્મ પર એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. જેના કારણે મુસાફરો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવાની સુવિધા મળશે. ખાસ કરીને દિવ્યાંગો અને વૃદ્ધો માટે ખુબ જ  ઉપયોગી થશે.અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) ના નિર્માણથી મુસાફરો ને અવાર જવરમાં સગવડતા રહેશે.

માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી અને માનનીય મેયર શ્રી કિરીટ પરમારે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી

આ પ્રસંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી પવન કુમાર સિંહ,  વરિષ્ઠ મંડળ ઇલેક્ટ્રિક એન્જિનિયર શ્રી કુમાર સંભવ પોરવાલ સહિત રેલવેના અન્ય અધિકારીઓ, કર્મચારીઓ અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.