કંગાળ પાક.માં ગરીબ લોકો માટે ચિકન બન્યું સપનું
કરાચી, ભારતના પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. એવામાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સ્થાનિક મીડિયા મુજબ, કરાચી શહેર સહિત સમગ્ર પાકિસ્તાનમાં ચિકનની કિંમતમાં ઐતિહાસિક વધારો થયો છે. સમા ટીવી મુજબ, કરાચીમાં ચિકનની હાલમાં કિંમત ૪૯૦ રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે મરઘાના માંસની કિંમત ૭૨૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.chicken-became-a-dream-for-poor-people-in-poor-pak
ઘણા પોલ્ટ્રી ફાર્મ ફીડની અછતના કારણે બંધ થઈ જવાથી ચિકનની કિંમતોમાં આ વધારો થયો છે. જણાવાયા મુજબ રાવલપિંડી, ઈસ્લામાબાદ અને કેટલાક અન્ય શહેરોમાં ચિકનની કિંમત અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે.
અહીં પર પોલ્ટ્રી માંસ ૭૦૦થી ૭૦૫ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે. આ દરમિયાન દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર લાહોરમાં મરઘાના માંસની કિંમત ૫૫૦-૬૦૦ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે ચાલી રહી છે. આ વધારો ઘણા ગ્રાહકો માટે ચિંતાનું કારણ છે, જે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે ચિકન પર ભરોસો રાખે છે.
સરકાર હાલમાં ફીડની અછતના કારણોની તપાસ કરી રહી છે અને આ વધતી કિંમતોથી પ્રભાવિત ગ્રાહકોને રાહત આપવાની રીત શોધી રહી છે.
પોલ્ટ્રી ઉદ્યોગ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને તેની આપૂર્તિ ચેનલમાં કોઈપણ અડચણ દેશની ખાદ્ય સુરક્ષા અને આર્થિક સ્થિરતા પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડી શકે છે. સરકાર એ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે કે, પોલ્ટ્રી ઉત્પાદનોની આપૂર્તિ અડચણ વિના ચાલતી રહે અને કિંમતો સ્થિર રહે. પાકિસ્તાનના લોકોને મીઠી ચા પણ હવે કડવી લાગે તેવા દિવસો આવી ગયા છે.
અહીં છેલ્લા ૧૫ દિવસમાં ચાની ભૂકીની કિંમત ૧૧૦૦ રૂપિયાથી વધીને ૧૬૦૦ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. એક અગ્રણી બ્રાન્ડે ૧૭૦ ગ્રામ દાણાદાર અને એલચીના પેકની કિંમત ૨૯૦ રૂપિયાથી વધારીને ૩૨૦ અને ૩૫૦ રૂપિયા કરી દીધી છે. ૯૦૦ અને ૪૨૦ ગ્રામના પેકની કિંમત હાલમાં ૧૪૮૦ રૂપિયા અને ૭૨૦ રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા અનુક્રમે ૧૩૫૦ રૂપિયા અને ૫૫૦ રૂપિયા હતી.
પાકિસ્તાનના અન્ય એક ન્યૂઝ મુજબ, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ચા અંગેની સ્ટેન્ડિંગ કમિટીના કન્વીનર ઝીશાન મકસૂદે કહ્યું કે, હાલમાં આયાતમાં સમસ્યા હોવાના કારણે માર્ચમાં મોટી અછત સર્જાવાની શક્યતા છે.SS1MS