સ્મૃતી મંધાના સૌથી મોંઘી ૩.૪૦ કરોડમાં વેચાઈ
મુંબઈ, વિમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. ભારતની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના પહેલા સેટની સૌથી મોંઘી ખેલાડી બની છે. તેને આરસીબીએ ૩.૪૦ કરોડ રૂપિયામાં ખરીદી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્મૃતિની બેઝ પ્રાઈસ ૫૦ લાખ રુપિયા હતી. ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા પ્રીમિયર લીગની હરાજી માટે મહિલા હરાજી કરનારની પસંદગી કરી છે. મહિલા આઈપીએલની પ્રથમ સિઝનની હરાજીમાં મલાઈકા અડવાણી હરાજી કરાવી રહ્યા છે. મલાઈકા અડવાણી વિશે વાત કરીએ તો, તે મુંબઈની રહેવાસી છે અને આર્ટ કલેક્ટર કન્સલ્ટન્ટ સાથે ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ ફર્મમાં ભાગીદાર તરીકે પણ કામ કરે છે.
ડબલ્યુપીએલની પ્રથમ સિઝનમાં ૫ ટીમો હશે. આવી સ્થિતિમાં આ વખતે હરાજીમાં આ પાંચ ટીમોની ફ્રેન્ચાઈઝી પોતપોતાની ટીમ પસંદ કરશે. દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં ૧૫ થી ૧૮ ખેલાડીઓ રાખી શકે છે. આવી સ્થિતિમાં ઓછામાં ઓછા ૭૫ અને વધુમાં વધુ ૯૦ ખેલાડીઓની હરાજી થશે. દરેક ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં વધુમાં વધુ ૬ વિદેશી ખેલાડીઓ ખરીદી શકે છે દરેક ફ્રેન્ચાઇઝીના પર્સમાં હરાજી માટે ૧૨-૧૨ કરોડ રૂપિયા હશે. એટલે કે કુલ ૬૦ કરોડ રૂપિયા દાવ પર લાગશે. દરેક ફ્રેન્ચાઈઝી માટે હરાજીમાં ઓછામાં ઓછા ૯-૯ કરોડ રૂપિયા ખર્ચવા ફરજિયાત છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે હરાજી દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝીઓના પર્સ સંપૂર્ણપણે ખાલી થઈ શકે છે. આ હરાજીમાં ૨૪ ખેલાડીઓની મૂળ કિંમત ૫૦ લાખ રૂપિયા છે.
તે જ સમયે, ૩૦ ખેલાડીઓની મૂળ કિંમત ૪૦ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ પછી ૩૦, ૨૦ અને ૧૦ લાખની બેઝ પ્રાઈઝ ધરાવતા ખેલાડીઓ પણ છે. આ હરાજીમાં ઓલરાઉન્ડરોની સંખ્યા સૌથી વધુ છે. ભારતના ૧૨૭ ઓલરાઉન્ડર અને ૭૩ વિદેશથી આ હરાજીમાં ભાગ લેશે. આ પછી બોલરોનો નંબર આવે છે. ભારતના ૫૧ બોલરો અને વિદેશના ૪૨ બોલરોને હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. બેટ્સમેનોમાં ભારતના ૪૨ ખેલાડીઓ અને વિદેશના ૨૯ ખેલાડીઓ અને વિકેટકીપર્સમાં ભારતના ૨૬ અને વિદેશના ૧૯ ખેલાડીઓનું નામ હરાજીની યાદીમાં છે.
પ્રથમ વખત મહિલા આઈપીએલ માટે ૫ ટીમોમાંથી ૪૪૮ ખેલાડીઓની હરાજી મુંબઈમાં જીયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાઈ. ૫ ટીમોમાં મુંબઈ, લખનૌ, બેંગ્લોર, અમદાવાદ અને દિલ્હીની ટીમોનો સમાવેશ થાય છે. ૪ માર્ચથી શરૂ થનારી ટૂર્નામેન્ટ માટે ૫૦ લાખની બેઝ પ્રાઈસવાળા સ્લોટમાં ૨૪ ખેલાડીઓ અને ૪૦ લાખના સ્લોટમાં ૩૦ ખેલાડીઓ છે.
એનાબેલ સધરલેન્ડઃ ૭૦ લાખ, ઓસ્ટ્રેલિયાની એનાબેલ સધરલેન્ડ ગુજરાતની ટીમમાં સામેલ
મેગ લેનિંગઃ ૧.૧૦ કરોડ, ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મેગ લેનિંગ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી જાેવા મળશે.
જેમિમા રોડ્રિગ્સઃ ૨.૨ કરોડ, ભારતીય બેટ્સમેન જેમિમા રોડ્રિગ્સ દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. તે ટીમની પ્રથમ ખેલાડી છે.
સોફિયા ડંકલેઃ ૬૦ લાખ, ઇંગ્લેન્ડની સોફિયા ડંકલે ગુજરાત તરફથી રમશે.
અમેલિયા કેરઃ ૧ કરોડ, ન્યૂઝીલેન્ડની અમેલિયા કેર મુંબઈ ઈન્ડિયન્સમાં જાેડાઈ
બેથ મૂનીઃ ૨ કરોડ, ઓસ્ટ્રેલિયાની ઓપનર બેથ મૂની ગુજરાતમાં જાેડાઈ.
શબનીમ ઈસ્માઈલઃ ૧ કરોડ, દક્ષિણ આફ્રિકાની શબનિમ ઈસ્માઈલ યુપી વોરિયર્સ તરફથી રમશે.
તહલિયા મૈક્ગાઃ ૧.૪ કરોડ, ઓસ્ટ્રેલિયાની તહલિયા મેક્ગા યુપી વોરિયર્સ સાથે જાેડાઈ છે. તે હાલમાં મહિલા ટી૨૦માં નંબર-૧ બેટ્સમેન છે.
નતાલી સેવર્ડ બ્રન્ટઃ ૩.૨ કરોડ, મુંબઈ ઈન્ડિયન્સે ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નતાલિયા સીવર બ્રન્ટને ટીમમાં સામેલ કરી. તે સ્મૃતિ મંધાના પછી બીજી સૌથી મોંઘી ખેલાડી બની છે.
રેણુકા સિંહ ઠાકુરઃ ૧.૫ કરોડ, ભારતીય ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુર આરસીબીમાં રમશે.
દીપ્તિ શર્માઃ ૨.૬ કરોડ, ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા યુપી વોરિયર્સમાં જાેડાઈ.
એલિસ પેરીઃ ૧.૭૦ કરોડ, ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને આરસીબીએ ખરીદી.
સોફી એક્લેસ્ટોનઃ ૧.૮ કરોડ, ઇંગ્લેન્ડની ડાબોડી સ્પિનર સોફી એક્લેસ્ટોન લખનૌ સ્થિત ફ્રેન્ચાઇઝી માટે રમશે.
એશલી ગાર્ડનરની લોટરીઃ ૩.૨ કરોડ, ઓસ્ટ્રેલિયાના એશ્લે ગાર્ડનર ગુજરાત ટાઇટન્સમાં રમશે.
સોફી ડિવાઈનઃ ૫૦ લાખ, ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઈનને આરસીબીએ ખરીદી.
હરમનપ્રીતઃ ૧.૮ કરોડ, ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઈ ઈન્ડિયન્સે ખરીદી.
સ્મૃતિ મંધાનાઃ ૩.૪ કરોડ, ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને આરસીબીએ પોતાની ટીમમાં સામેલ કરી.SS2.PG