Western Times News

Gujarati News

સંરક્ષણ ક્ષેત્રે નિકાસ વધારીને ૫ અબજ ડોલર કરવા લક્ષ્યાંકઃ મોદી

બેંગલુરૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુમાં યેલાહંકા એરફોર્સ સ્ટેશન ખાતે એરો ઈન્ડિયા ૨૦૨૩ની ૧૪મી આવૃત્તિનું ઉદ્‌ઘાટન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે સંરક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેની ટેક્નોલોજી, બજાર અને તકેદારી સૌથી જટિલ માનવામાં આવે છે. અમારું લક્ષ્ય ૨૦૨૪-૨૫ સુધીમાં તેની નિકાસનો આંકડો ૧.૫ અબજથી વધારીને ૫ અબજ ડોલર કરવાનો છે. આ પ્રસંગે પીએમ મોદીએ એરો ઈન્ડિયા ૨૦૨૩ પર એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી.

એશિયાના સૌથી મોટા એર શોમાં અનેક કરારો પણ થશે. અધિકારીઓએ જણાવ્યું કે, એરો ઈન્ડિયામાં લગભગ ૨૫૦ કરાર થવાની આશા છે. જેમાં લગભગ ૭૫,૦૦૦ કરોડ રુપિયાનું રોકાણ થવાનું અનુમાન છે. તેઓએ કહ્યું કે, એરો ઈન્ડિયાના ૧૪મી આવૃતિની થીમ ધ રન વે ટુ એ બિલિયન ઓપોર્ચ્યુનિટી છે. આ ઉદ્દેશ સાથે એરોસ્પેસ અને રક્ષા ક્ષેત્રેની ક્ષમતાઓમાં વધારાને પ્રદર્શિત કરીને એક મજબૂત અને આર્ત્મનિભર નવા ભારતનો ઉદયનો પ્રચાર કરવો ણ છે. પ્રદર્શનમાં સરકારના મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ વિઝન મુજબ સ્વદેશી ઉપકરણો અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવા માટે વિદેશી કંપનીઓ સાથે ભાગીદારી કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ એરો ઈન્ડિયા શોનું ઉદ્‌ઘાટન કર્યુ હતુ. બેંગાલુરુમાં આયોજિત આ શોમાં હેલિકોપ્ટર્સ, લડાકૂ વિમાન તેજસે ઉડાન ભરી હતી. આ શોમાં ૮૦૦થી પણ વધુ રક્ષા કંપનીઓ ભાગ લઈ રહી છે.

વાયુસેનાના ચીફ વીઆર ચૌધરી એરો ઈન્ડિયામાં ફ્લાય પાસ્ટની આગેવાની ગુરુકુળ ફોર્મેશન દ્વારા કરી હતી. તેઓ ભારતમાં નિર્મિત તેજસ વિમાન દ્વારા આ ફોર્મેશનને બનાવ્યું હતુ. તેજસના નેતૃત્વમાં ૭ વિમાનો બાર કલાકના ફોર્મમાં હવામાં ઉડાન ભરતા જાેવા મળશે. ગુરુકુળ ફોર્મેશનને તેજસ લીડ કરી રહ્યું છે અને તેમાં કુલ સાત વિમાન ૫૦૦ ફૂટ ઊંચાઈ સુધી ઉડાન ભરશે. આ ફોર્મેશનમાં ૨ટએચટીટીએસ (હિન્દુસ્તાન ટર્બો ટ્રેનર્સ, ૨ટઆઈજેટીએસ (ઈન્ટરમિડિયેટ જે ટ્રેનર્સ) હવાક-આઈ તેજસની પાછળ ઉડાન ભરશે.
૧૩ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી યોજાયેલા આ શોની ૧૪મી આવૃતિ છે.

જેમાં દેશ વિદેશની ૮૦૦થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે. પહેલાં ત્રણ દિવસ બિઝનેસ ડે હશે અને બાકીના બે દિવસ પબ્લિક માટે ખુલ્લા રહેશે. સાથે જ સ્ટેટિક ડિસ્પ્લેમાં પણ અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ અને પ્લેટફોર્મ જાેવા મળશે. અહીં દરરોજ ફ્લાઈટ પાસ્ટ થશે અને તેમાં એરફોર્સ, એચએએલ ડીઆરડીઓ, નેવી અને આર્મીના લડાકૂ વિમાન, હેલિકોપ્ટર્સ અને ડ્રોન પણ સામેલ હશે. ફ્લાઈટ પાસ્ટમાં ડીઆરડીઓના ખાસ ડ્રોન પણ આકાશમાં જાેવા મળશે. એક ડ્રોન તપસ અને બીજાે ડ્રોન આર્ચર છે. જ્યારે તમામ એરક્રાફ્ટ્‌સ આકાશમાં ફ્લાય પાસ્ટ કરી રહ્યા હશે ત્યારે એ સમયે આ ડ્રોન એરક્રાફ્ટસથી વધુ ઉંચાઈ પર તેના માર્ચને રેકોર્ડ કરી રહ્યા હશે. જેનું લાઈવ સ્ટ્રીમિંગ પણ થશે. ડીઆરડીઓએ બનાવેલું અટેક ડ્રોન આર્ચર પણ પહેલીવાર દુનિયા સામે આવશે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.