Western Times News

Gujarati News

૨૦૩૦ સુધીમાં બે કરોડથી વધુ ઈલેક્ટ્રિક વાહનો તૈયાર થશે

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને લઇ માહિતી આપતા કહ્યું છે કે, વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશભરમાં બે કરોડથી વધુ ઈલેક્ટ્રીક વાહનો તૈયાર થઇ શકે છે. અત્યારે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા કેટલી ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માહિતી આપી છે કે, સમગ્ર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમણે કહ્યું કે આજે દેશમાં ૨૦.૮ લાખ ઇલેક્ટ્રિક વાહનો છે. ૨૦૨૧ ની સરખામણીમાં, ૧ મિલિયન ઇલેક્ટ્રિક વાહનો તૈયાર થયા છેઅને તેમાં ૩૦૦ ટકાનો વધારો થયો છે. જેમાં તેમણે કહ્યું કે, અંદાજ મુજબ ૨૦૩૦ સુધીમાં બે કરોડથી વધુ વાહનો હશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૪.૫ લાખ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર છે અને આવનારા સમયમાં તેમની સંખ્યા પણ વધશે, જેનાથી ૧૦ લાખ નોકરીઓનું પણ સર્જન થશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હાલમાં ઓટોમોબાઈલ ઉદ્યોગ રૂ. ૭.૮ લાખ કરોડનો છે. ઓટોમોબાઈલ ઉદ્યોગે ચાર કરોડ નોકરીઓ પૂરી પાડી છે. ભારત સરકાર અને રાજ્ય સરકારો માત્ર ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી મહત્તમ ય્જી્‌ મેળવે છે. મારો ઉદ્દેશ્ય આ રૂ. ૭.૮ લાખ કરોડના ઉદ્યોગને પાંચ વર્ષમાં રૂ. ૧૫ લાખ કરોડનો ઉદ્યોગ બનાવવાનો છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.