Western Times News

Gujarati News

૨૦૩૫ સુધીમાં પરમાણુ હથિયારોની સંખ્યા ૯૦૦ કરવા ચીનની યોજના

બીજીંગ, તાઈવાન મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચીને તેના પરમાણુ ભંડારમાં વધારો કરવાની યોજના બનાવી છે. ક્યોદો સમાચાર એજન્સીને ટાંકીને જણાવાયું છે કે, ચીન ૨૦૩૫ સુધીમાં તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી ૯૦૦ કરવાની યોજના બનાવી રહ્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ એક બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે, જેને ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગે મંજૂરી પણ આપી દીધી છે. આ બ્લૂપ્રિન્ટ મુજબ ચીન અમેરિકા વિરૂદ્ધ પોતાની સેનાની તાકાત વધારવા જાેરશોરથી કામ કરી રહ્યું છે.
અમેરિકા અગાઉથી જ જાણે છે કે, ચીનની પરમાણુ હથિયારો વધારવાની યોજના બનાવી રહ્યું છે.

વર્ષ ૨૦૨૨માં અમેરિકાએ કહ્યું હતું કે, ચીન પોતાના પરમાણુ ભંડારને વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે. અમેરિકાએ દાવે કર્યો હતો કે, ચીન વર્ષ ૨૦૩૫ સુધીમાં તેના હથિયારોની સંખ્યા વધારી ૧૫૦૦ કરવાની યોજના બનાવી રહ્યું છે, ત્યારે તાજેતરના રિપોર્ટમાં પણ આ વાતની પુષ્ટી થઈ ગઈ છે. ચીની સેનાનું આધુનિકીકરણનું કામ વર્ષ ૨૦૩૫ સુધીમાં પૂર્ણ થઈ જશે.

મીડિયા અહેવાલ મુજબ, રશિયા-યૂક્રેન યુદ્ધમાં રશિયાનું આક્રમક વલણ છતાં નાટો દેશોએ રશિયા વિરૂદ્ધ સીધી કાર્યવાહી કરી નથી. ચીનને લાગી રહ્યું છે કે, આનું સૌથી મોટું કારણ રશિયા પાસેનો પરમાણુ ભંડારનો મોટો જથ્થો છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના અહેવાલો મુજબ હાલના સમયે રશિયા પાસે ૫૯૭૭ પરમાણુ હથિયારો છે. તો અમેરિકા પાસે ૫૪૨૮ પરમાણુ હથિયારો છે. તો ચીન તેના પરમાણુ હથિયારોની સંખ્યા વધારી વર્ષ ૨૦૨૭ સુધીમાં ૫૫૦ અને ૨૦૩૫માં ૯૦૦ કરવાની યોજના બનાવી રહી છે.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.