ગુજરાતના નામી “સંત ગીતાસાગર”લગ્ન ગ્રંથિથી જાેડાયા
(પ્રતિનિધિ) ડાકોર, ભાગવત્ ગીતા, કૃષ્ણ ચરિત્ર, નવધા ભક્તિ, આનંદ ગરબો, રામાયણ જેવા. પારાયણ નુ ભકતો ને પાન કરાવે છે તેવા સંત લગ્ન ગ્રંથિ થી જાેડાતા જૉવા ભકતો કુતુહલ સાથે તેમને નિરખવા આવ્યા હતા પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે ૧૫૦ – વર્ષ ના ઈતિહાસ નો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. અમદાવાદ જગનનાથ મંદિર ના ત્રણ ” ગજરાજ” આ વરઘોડા મા શોભાયમાન થયા હતા. અશ્વો, બગી ગાડી સહિત ગુજરાત ભર માથી મહિલા ઓ આ પ્રસંગ મા મન મુકી લગ્ન ગિતો ના સુરે ઝૂમી ઉઠી હતી.
ગુજરાત ભર માથી તેમના ભાવિક ભક્તો આ લગ્ન નો નઝારો મહાલવા આવ્યા હતા. વરઘોડો નિકળી રણછોડજી ના આશીર્વાદ લઈ સંત પુનિત હોલ ખાતે પહોંચ્યો હતો. સંત ગીતા સાગર નો હસ્ત મેળાપ કર્મ કાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત, વેદિક, તેમજ લોકોપચારિક વિધિ થી સમપંન થયો હતો. જયારે જાન વિદાઈ રાત્રિ ના ૫ઃ૦૦ કલાકે કરાઈ.