Western Times News

Gujarati News

મોરબી રામધન આશ્રમ ખાતે હજારો ભાવિકો ઍ આસ્થા ભેર દેવી ભાગવત કથાનુ રસપાન કર્યુ

(પ્રતિનિધિ) હળવદ, મોરબી મહેન્દ્રનગર રામ ધન આશ્રમ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ,પશુ પક્ષીની સેવા માનવસેવા સાથે શ્રદ્ધા પૂર્વક ધાર્મિક કાર્યક્રમો સતત ચાલી રહ્યા છે.રામધન આશ્રમ ખાતે ભૂખીયાની રોટલો દુખીયાને ઓટલો પશુ પંખીને ચણ પાણી આપી માનવતાનુ ઉદાહરણ પૂરું પાડી સેવા લક્ષી કાર્યોની સાથે ધાર્મિક કાર્યક્રમો ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યા છે.એવા રામધન આશ્રમ ખાતે તાજેતરમા દેવી ભાગવત કથાનુ રસપાન સતત આઠ દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામા આવ્યા હતા.
જેમા ઉદ્યોગપતિ,વેપારી, રાજકીય નેતાઓ અને સ્થાનિક તેમજ મોરબી શહેર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાથી હજારોની સંખ્યામા ભાવિક-ભક્તોએ ભાગવત કથામા હાજરી આપી ભક્તિ ભાવે રંગાયા હતા.

જેનુ સમગ્ર આયોજન જય માતાજી ગુરુ કૃપા સેવા સમિતિ દ્વારા ગત તારીખ ૩૦ ૧ ૨૦૨૩ થી ભાગવત કથા નો શુભ પારંભ કર્યો હતો.જે સતત નવ દિવસ સુધી ચાલ્યો હતો, જેમા વિવિધ ધાર્મિક દેવી ભાગવત કથા અંતર્ગત માતાજીની માનવ પ્રત્યે શ્રદ્ધા પ્રતીક વિવિધ દેવીઓની દેવી ભાગવત કથા અંતર્ગત રસપાન પીરસવામા આવ્યુ હતુ.જેમા આશરે ફુલ ૨૭૨મી ભાગવત કથા રામધન આશ્રમ મહેન્દ્રનગર ખાતે યોજાયેલ હતી,તેમા તારીખ ૩૦ ૧ ૨૦૨૩ થી તારીખ ૭ ૧ ૨૦૨૩ સુધી ધાર્મિક કાર્યક્રમ દેવી ભાગવત કથા અંતર્ગત રામધન આશ્રમમા મહાપ્રસાદ,મહા આરતી સહિત બળવીદુપી રત્નેશ્વરી દેવી એ ગુરુ ભાવેશ્વરી માતાજીના આશીર્વાદથી સતત નવ દિવસ સુધી મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ધાર્મિક કાર્ય અંતર્ગત ભક્તોને શ્રદ્ધા ભક્તિના ભાવે રંગયા હતા.

દેવી-દેવતાઓના આશીર્વાદ કાયમ રહે તેવા હેતુસર દેવી ભાગવત કથામા રસપાન કર્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમમા મહંત શ્રી ભાવેશ્વરી માતાજી તેમજ રત્નેશ્વરી દેવી માતાજી તેમજ સંસ્થાના આયોજકો કાર્યકરો મોટી સંખ્યામા આવેલા મહેમાનોનુ ભાવભર સ્વાગત સાથે મહાપ્રસાદ,આરતી વગેરે કામગીરી અંતર્ગત સારી એવી દેખરેખ કરવામા આવી હતી.તેમા રામધન આશ્રમના સેવકો દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામા આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ આયોજિત દેવી ભાગવત કથામા સેવાઓ પૂરી પાડી હતી,તેમ એક મુલાકાતમા મુકેશ ભગત એ જણાવ્યુ હતુ.જે સમગ્ર કાર્યક્રમની તસવીર દ્રશ્યમાન થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.