અનિતા ભાભી ઉર્ફે વિદિશા મહાશિવરાત્રિ પર કાશી વિશ્વનાથ ખાતે આશીર્વાદ લેવા જશે

મહાશિવરાત્રિ ભારતમાં સૌથી વિશાળ અને સૌથી પવિત્ર તહેવારમાંથી એક છે. આ વર્ષે આ તહેવાર 18મી ફેબ્રુઆરી, 2023ના રોજ આવી રહ્યો છે. મહાશિવરાત્રિની ઉજવણીને યાદગાર બનાવવા માટે એન્ડટીવી પર કોમેડી શો ભાભીજી ઘર પર હૈની વિધિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી વારાણસીના વિશ્વવિખ્યાત શિવમંદિર કાશી વિશ્વનાથ મંદિરમાં આશીર્વાદ લેવા અને તહેવારનો જોશ માણવા માટે ખાસ મુલાકાત લેશે.
આ વિશે રોમાંચક વ્યક્ત કરતાં વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “હું અત્યંત લાંબા સમય પછી વારાણસીમાં મહાશિવરાત્રિની પૂજા અનુભવવા માટે ભારે રોમાંચિત છું. હું ભગવાન શિવની કટ્ટર ભક્ત છું. કાશી મારું ઘર છે અને મેં કાશી વિશ્વનાથ મંદિરમાં અનેક વાર મહાશિવરાત્રિની પૂજા જોઈ છે. જોકે દરેક મુલાકાત વિશેષ અને અતુલનીય રહી છે. આ શહેર તહેવારના જોશ સાથે જીવંત બની જાય છે. મંદિરમાં સેંકડો ભગવાન શિવના ભક્તો પ્રાર્થના કરવા માટે ઊમટી પડે છે. જો સમય મળશે તો હું કાશીમાં વિખ્યાત હોટસ્પોટ અને મારાં ફેવરીટ સ્થળોની પણ મુલાકાત લઈશ. મને ખાતરી છે કે આ અવિસ્મરણીય અનુભવ છે અને હું તેની ઉત્સુકતાથી વાટ જોઈશ.”