Western Times News

Gujarati News

અમદાવાદમાં રોડ કપાતને લઈ સ્થાનિકોનો વિરોધ

અમદાવાદ, અમદાવાદનો નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના ૧.૫ કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં રોડ કપાત નહીં આવે એવાં વચન આપ્યા બાદ ભાજપના નેતાઓ ફરી ગયા અને ૧૬ ફેબ્રુઆરીએ રોડ કપાત થશે, એવી માહિતી સ્થાનિક લોકોને મળતાં તેમણે બેનરો લગાવી વિરોધ કર્યો છે. આ મામલે ભાજપના ધારાસભ્ય જિતુ ભગત અને કોર્પોરેટરોને રજૂઆત કરાઈ છે. તેમણે પાર્કિંગનો મુદ્દો ઊભો કરીને રોડ કપાત કરવામાં આવી રહી છે એવી સ્થાનિકોને વાત કરી છે.

આગામી દિવસોમાં જાે રોડ કપાત કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા આગામી કાર્યક્રમો કરીને વિરોધ કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના નેતાઓ નારણપુરા ક્રોસિંગથી ગામ સુધી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનું કારણ પણ આગળ ધરી ૮૦ ફૂટનો રોડ ૧૦૦ ફૂટ કરવા જઈ રહ્યા છે, જેથી બંને તરફ ૧૦થી ૧૫ ફૂટ જેટલું રોડ કપાતમાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થતાં હવે ૧૬ ફેબ્રુઆરીએ રોડ કપાત અમલીકરણ માટે પોલીસ-બંદોબસ્ત માગતાં સ્થાનિકોએ ભાજપ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા છે. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ રોડને પહોળા કરવા પાછળનું મુખ્ય કારણ રોડ પર આવેલી બેથી ત્રણ સોસાયટીઓને બિલ્ડરો દ્વારા લઈને મોટાં બિલ્ડિંગો બાંધવા માટે આ આખું પ્રકરણ ઊભું કરવામાં આવ્યું છેSS3.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.