બે મિત્રોએ યુવકને બળજબરીથી ૧૦ મિનિટમાં ૩ બોટલ દારૂ પીવડાવ્યો
નવી દિલ્હી, આગરામાં બે મિત્રોએ તેમના એક મિત્રને દારૂ પીવડાવવાની એવી શરત લગાવી કે દારૂ પીનારાનું મોત થઈ ગયુ. એટલુ જ નહીં જે યુવકનું દારૂ પીવાને કારણે મોત થયુ તેના આ બે મિત્રોએ તેના ખિસ્સામાંથી પૈસા ચોરી પણ કરી અને ઘટના સ્થળેથી ભાગી પણ ગયા હતા.
જાેકે આ ઘટનાના પ્રત્યક્ષદર્શીએ મૃતક યુવકના પરિવારજનોને સમ્રગ ઘટનાની જાણ કરી હતી. જ્યારે પરિવારના સભ્યો યુવકને હોસ્પિટલ લઈને પહોચ્યા ત્યાં સુધીમાં તેનો જીવ જતો રહ્યો હતો. પોલીસે મૃતકના બંને મિત્રોની ધરપકડ કરી જેલના હવાલે કરી દીધા છે.
જ્યારે યુવકની મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. આ સમગ્ર મામલો આગરાના તાજગંજનો છે. મૃતકના ભાઈ સુખવીરે આ અંગે જણાવ્યુ હતુ કે, ૮ ફેબ્રૂઆરીએ તેનો ભાઈ જયસિંહને તેના બે મિત્રો ભોલો અને કેશવે ૧૦ મિનિટમાં ૩ બોટલ દારૂ પીવડાવ્યો હતો. તેના ભાઈની દારૂ પીવાને કારણે તબિયત બગડી હતી અને વધુ દારૂ પીવાને કારણે તેની મૃત્યુ થયુ હતુ.two-friends-forced-the-young-man-to-drink-3-bottles-of-alcohol-in-10-minutes
ભોલો અને કેશવે જયસિંહના ખિસ્સામાં રહેલા ૬૦ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા. આ ૬૦ હજાર રૂપિયા કેશવે અને ભોલાએ અડધા અ઼ડધા વહેંચી પણ લીધા હતા. સુખવીરે વધુમાં જણાવ્યુ હતુ કે, તેનો ભાઈ જયસિંહ રિક્ષા ચલાવતો હતો.
રીક્ષા ચલાવીને જે પૈસા કમાતો હતો તેમાંથી થોડા રૂપિયા બચાવીને તે ગાડી લેવા માંગતો હતો. ગાડીના હપ્તા માટે તે ઘરેથી ૬૦ હજાર રૂપિયા લઈને નીકળ્યો હતો અને તેને રસ્તામાં કેશવ અને ભોલો મળ્યા હતા. આ બંનેએ જયસિંહને તાજગંજ પાસે આવેલા શિલ્પગ્રામના પાર્કિંગમાં બળજબરી પૂર્વક દારૂ પીવડાવ્યો હતો. આ ઘટનાની જાણકારી શિલ્પગ્રામમાં રહેલા પ્રત્યક્ષદર્શીએ આપી હતી.
થોડા સમય પહેલા કેશવ અને જયસિંહ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડાનો બદલો લેવા માટે જયસિંહને મારી નાંખ્યો હોવાના આક્ષેપ સુખદેવના ભાઈએ લગાવ્યા હતા. સુખવીરની ફરિયાદના આધારે પોલીસે કેશવ અને ભોલાની ધરપકડ કરી છે. બંને હાલ કસ્ટડીમાં છે.
૧૧ ફેબ્રૂઆરીએ બંને વિરુદ્ધ ઈરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. જીઁ અર્ચનાસિંહે આ અંગે જણાવ્યુ હતુ કે,પ્રત્યક્ષદર્શી અનુસાર જયસિંહને વધારે દારૂ પીવડાવવામાં આવ્યો હતો. જયસિંહને પીવડાવવામાં આવેલા દારૂમાં કશુ ભેળવવામાં આવ્યુ હતુ કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.SS1MS