Western Times News

Gujarati News

નાદીર ગોદરેજનું ‘મોસ્ટ રિસ્પેક્ટેડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માન

પોતાનાં બિઝનેસ દ્વારા ભારતમાં ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ પૂરાં પાડીને દેશની વૃધ્ધિમાં મહત્વપૂર્ણ પ્રદાન આપવા બદલ હુરુન ઇન્ડિયા દ્વારા નાદીર ગોદરેજનું ‘મોસ્ટ રિસ્પેક્ટેડ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ઓફ ધ યર’ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. Mr. Nadir Godrej honored with ‘Most Respected Indian Industrialist of the Year’ Award

સમાન વિચારસરણી ધરાવતા ઉદ્યોગ સાહસિકો અને ભારતીય બિઝનેસનાં પીઢ અને અનુભવી અગ્રણીઓનાં વિચારોનાં આદાનપ્રદાન હેતુથી હુરુન ઇન્ડિયાએ વાર્ષિક ‘મોસ્ટ રિસ્પેકટેડ આંત્રપ્રિન્યોર્સ ડિનર’નું આયોજન કર્યું હતું. આ એવોર્ડ સમારોહ દ્વારા ભારતનાં અગ્રણી ઉદ્યોગ સાહસિકોએ ભારતીય કંપની જગતમાં કરેલી યાત્રા અને પ્રદાનની કદર કરવામાં આવી હતી.

આ સન્માન બદલ નાદીર ગોદરેજે કૃતજ્ઞતાની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે, “હુરુન ઇન્ડિયા દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવવો એ મારાં માટે ખરેખર ગર્વની વાત છે. હું માનું છું કે ઇનોવેટિવ પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ દ્વારા આપણા રાષ્ટ્રની સેવા કરીને દેશની વૃધ્ધિની યાત્રાનો હિસ્સો બનીને ગોદરેજ ગર્વની લાગણી અનુભવે છે.

જંતુ કરડવાથી થતાં રોગો સામે રાષ્ટ્રને રક્ષણ કરવા એગ્રી સોલ્યુશન્સ પૂરાં પાડવા અથવા તો સાતત્યપૂર્ણ જીવનશૈલી પૂરી પાડીને ગોદરેજ ગ્રૂપનાં વિવિધ બિઝનેસ સતત ભારતની અપેક્ષાઓ સાથે અનુકુલન સાધ્યું છે દાયકાઓથી અમે કરેલાં કાર્યો ભારત પ્રત્યેની મજબૂત પ્રતિબધ્ધતા અભિવ્યક્ત કરે છે અને અમે આપણાં દેશ માટે કંઇક સારું કરવા કંઇક નવું કરવા પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતાં રહીશું. આ સન્માન બદલ હું ભારતમાં અમારા 75 કરોડથી વધુ ગ્રાહકો, ગોદરેજમાં અમારા સાથીઓ અને હુરુન ઇન્ડિયાનો આભાર માનું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.