Pathan ૧૯ દિવસમાં વિશ્વભરમાં ૯૪૬ કરોડનું કલેક્શન કર્યું

મુંબઈ, બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ ‘પઠાન’એ રવિવારે હિન્દી વર્ઝનમાંથી દેશમાં ૧૨.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે વર્લ્ડવાઈડ આ ફિલ્મે રવિવારે ૨૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મ હજુ પણ દિલ્હી-એનસીઆર અને મુંબઈ તેમજ પુણે અને બેંગલુરુ જેવા સર્કિટમાં મજબૂતરીતે ચાલી રહી છે. જાે કે, એવી અપેક્ષા હતી કે ‘પઠાન’ ત્રીજા સપ્તાહના અંત સુધીમાં દેશમાં હિન્દી વર્ઝનમાં ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરશે, પરંતુ તેમ થઈ શક્યું નહીં. ‘પઠાન’ જે ઝડપે આગળ વધી રહી છે, તે ચોક્કસપણે હિન્દીમાં ‘બાહુબલી ૨’નો રેકોર્ડ તોડીને વહેલા મોડા નંબર-૧ ફિલ્મ બની જશે.
ત્રીજા વીકએન્ડમાં ‘પઠાન’ની કમાણી પાછલા એટલે કે બીજા વીકેન્ડ કરતાં ૫૫ ટકા ઘટી છે. વિદેશમાં પણ ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે. ૧૯ દિવસમાં ફિલ્મે દેશની બહાર વિદેશોમાં ૩૫૮ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. જ્યારે હિન્દી, તમિલ અને તેલુગુ સહિત દેશમાં ગ્રોસ કલેક્શન ૫૮૮ કરોડ રૂપિયા છે.
હિન્દીમાં પઠાને દેશમાં ૪૬૭ કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે તમિલ અને તેલુગુ વર્ઝને ૧૯ દિવસમાં દેશમાં ૨૨.૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ રીતે દેશમાં ત્રણેય ભાષાઓનું કુલ નેટ કલેક્શન ૪૮૯.૦૫ કરોડ રૂપિયા છે. પઠાન’ને હવે નવું સ્થાન બનાવવા માટે વિશ્વવ્યાપી ૧૦૦૦ કરોડની ક્લબમાં પ્રવેશ કરવો પડશે.
વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં ‘પઠાન’થી આગળ હવે ‘દંગલ’, ‘બાહુબલી ૨’, KGF ૨ અને RRR છે. આમાંથી જ્યાં ‘દંગલ’ની કમાણી ૨૦૨૩ કરોડ રૂપિયાથી વધુ છે, બાકીની ત્રણ ફિલ્મો ૧૦૦૦ કરોડના ક્લબમાં છે. ત્યારે હવે ‘પઠાન’ ક્યાં સુધી પહોંચે છે તે જાેવું રસપ્રદ રહેશે.SS1MS