Western Times News

Gujarati News

વહુ Alia Bhatt દોડીને સાસુ નીતૂ કપૂરને ભેટી પડી

મુંબઈ, શેરશાહ ફેમ કપલ એટલે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ રાજસ્થાનના જૈસલમેર નજીક આવેલા સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. ત્યારપછી તેઓ દિલ્હી ગયા હતા જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર છે. અને હવે તેઓ મુંબઈ પાછા આવી ગયા છે.

મુંબઈમાં તેમણે ૧૨ ફેબ્રુઆરી એટલે કે રવિવારની સાંજે એક રિસેપ્શનનું આયોજન કર્યુ હતું જેમાં ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. અહીં બોલિવૂડનો મેળાવડો જાેવા મળ્યો હતો. રિસેપ્શનમાં આવેલા તમામ મહેમાનોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ પણ રિસેપ્શનમાં હાજર રહી હતી. આલિયા ભટ્ટે પહેલા ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યો અને પછી જ્યારે તેણે સાસુ નીતૂ કપૂરને જાેયા તો તેમને મળવા દોડીને આવી ગઈ હતી. તે નીતૂ કપૂરને ભેટી પડી અને તેમણે સાથે પણ ફોટોગ્રાફર્સને પોઝ આપ્યા હતા. આલિયા ભટ્ટનો આ પ્રેમ જાેઈને નીતૂ કપૂર ઘણાં ખુશ થઈ ગયા હતા.

તેમણે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે, સાસુનું દિલ. સાસુ-વહુ વચ્ચેનો આ પ્રેમ જાેઈને લોકો પણ ખુશ થઈ ગયા હતા. તેઓ કમેન્ટ સેક્શનમાં ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે.

રણબીર કપૂર આ રિસેપ્શનમાં હાજર નહોતો રહ્યો. આલિયા ભટ્ટ શિમરી બેજ કલરની સાડી પહેરી હતી. નીતૂ કપૂરે પણ લાલ અને લીલા રંગનો સૂટ પહેર્યો હતો. આ વીડિયોના કમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું કે, રણબીર કપૂર ઘણો નસીબદાર છે. તેના મમ્મી અને પત્ની બન્ને બેસ્ટ છે. અન્ય એક યુઝરે લખ્યું કે, સાસુ-વહુની આ જાેડી ઘણી ક્યુટ છે.

અન્ય એક યુઝરે લખ્યું કે, બન્નેના ચહેરાની ચમક જાેવા જેવી છે. ઉલ્લેખનીય છે કે એક સમયે આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા રિલેશનશિપમાં હોવાની અટકળો ચાલતી હતી. પરંતુ હવે તેઓ ભૂતકાળને ભુલીને આગળ વધી ગયા છે. માટે જ તો આલિયા સિદ્ધાર્થના રિસેપ્શનમાં આવી પહોંચી હતી.

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ વર્ષ ૨૦૧૨માં કરણ જાેહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારપછી તેમણે વર્ષ ૨૦૧૬માં કપૂર એન્ડ સન્સ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. નીતૂ કપૂરે ૨૦૨૨માં આવેલી સુપરહિટ ફિલ્મ જુગ જુગ જિયોમાં કિયારા અડવાણીના પાત્રની સાસુનો રોલ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.