અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’નું ટાઇટલ લૉન્ચ કરાયું

ગુજરાતી ફિલ્મ મેકર્સ વિષય વૈવિધ્યતા સાથેની ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની સંસ્કૃતિ અને તેની ભવ્યતાને દર્શકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં છે. આવી જ એક વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ ટૂંક જ સમયમાં રજૂ થવા જઇ રહી છે, જેના ટાઇટલને આજે ભવ્ય રીતે આયોજિત એક ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું.The title of the upcoming Gujarati film ‘Ram Bharose’ was launched
ફિલ્મના ટાઇટલ લૉન્ચ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો ધૈર્ય ઠક્કર, રીવા રાંચ અને નિલેષ પરમાર, ડિરેક્ટર વિશાલ વાડાવાલા, પ્રોડ્યુસર્સ કેતન રાવલ, મનીષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનીષ સતાની, તેજલ રાવલ તેમજ ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રવિણ ખીંચી ઉપસ્થિત રહ્યાં હતા.
ભારતના સૌથી મોટા વેનિટી વેન વેન્ડર મુંબાદેવી વિઝન્સના કેતન રાવલ હવે ફિલ્મ નિર્માતા બની ગયા છે, જેઓ ફિલ્મ ‘રામ ભરોસે’થી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યાં છે.
ફિલ્મના ટાઇટલના લૉન્ચ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર વિશાલ વાડાવાલાએ જણાવ્યું, “દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વાર એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, જ્યાં તે વ્યક્તિના હાથમાં કશું જ ન હોવાનું જોવા મળે છે. આ સ્થિતિમાં જ્યારે જીવનને રામ ભરોસે છોડી દેવામાં આવે છે, ત્યારે વ્યક્તિનું જીવન સામાન્ય બની ગતિમય બની રહે છે.
જોકે, ફિલ્મની કથાવસ્તુ ગુજરાતની ભવ્ય સંસ્કૃતિ સાથેની પ્રેમ કહાણીને વણી લે છે. ત્યારે આ કથા વધુ રસપ્રદ બની જાય છે. આ ફિલ્મ દર્શકોને પ્રેમરસ સાથેનું મનોરંજન પીરસી તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.”
ફિલ્મ ‘રામ ભરોસે’ના ટાઇટલને વ્યૂહાત્મક રીતે લૉન્ચ કરવામાં આવ્યું છે. ટાઇટલ, ફિલ્મના નામ ‘રામ ભરોસે’ને રસપ્રદ રીતે રજૂ કરે છે અને તેના કલાકારો, ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સનો પરિચય આપે છે. ફિલ્મનું ટાઇટલ ‘રામ ભરોસે’ ખૂબ જ અર્થપૂર્ણ રીતે રાખવામાં આવ્યું છે,
કારણ કે ફિલ્મ તેના પાત્રોના ગતિમય જીવન અને ગુજરાતી સંસ્કૃતિના મિશ્રણને રૂપેરી પડદા પર જીવંત કરે છે, આ તમામમાં જો કોઇ કેન્દ્રમાં છે તો તે છે ભગવાન શ્રીરામ પરનો ભરોસો. આ ભરોસો દરેકના જીવનમાં કેટલો અમૂલ્ય ભાગ ભજવે છે અને તેનો જ પરિચય આ ફિલ્મ કરાવે છે. ફિલ્મનું શુટિંગ ગુજરાતની હરિયાળી ઘરતી જુનાગઢ, તલાલા, લુણાસના ગામ ખાતે કરવામાં આવ્યું છે.
‘રામ ભરોસે’ ફિલ્મમાં નવોદિત કલાકારો મુખ્ય પાત્રોમાં જોવા મળશે. આ ફિલ્મથી ધૈર્ય ઠક્કર, રીવા રાંચ અને નિલેષ પરમાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. ફિલ્મના ડિરેક્ટર વિશાલ વાડાવાલા છે, તો કેતન રાવલ, મનીષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનીષ સતાની, તેજલ રાવલ ફિલ્મના પ્રોડ્યુસર્સ અને ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રવિણ ખીંચી છે.