વાલ્લા પ્રાથમિક શાળામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાયું
(પ્રતિનિધિ)નડિયાદ,
અમદાવાદની સામાજિક સંસ્થા ટ્રેસ્ના ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રોહિણી ચંદ્રા દ્વારા વાલ્લા પ્રાથમિક શાળામાં મહિલા જાગૃતિ સંમેલન યોજાઈ ગયું.જેમાં સંસ્થાના સંસ્થાપક રંગોલી બક્ષી તથા કરિશ્મા મેડમે હાજર શાળાના ઉપલા ધોરણની તથા ગામની કિશોરીઓ,મહિલાઓને માસિક ધર્મ બાબતે ગેરસમજ અને અંધશ્રદ્ધા દૂર કરી હતી તથા સ્લાઈડ શો અને નાટક દ્વારા વિવિધ ઉદાહરણ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સેનેટરી પેડનો ઉપયોગની સાચી રીત શીખવી હતી.આ મહિલા સંમેલનમાં ગામના સરપંચ પત્ની વર્ષાબેન અશ્વીનભાઈ વાળંદ તથા મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી .મહિલા આરોગ્ય સુખાકારીના આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય જયપાલસિંહ ઝાલા તથા શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.A women’s awareness conference was held at Walla Primary School