Western Times News

Gujarati News

Breaking News: કેનેડામાં રામ મંદિર પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર

નવી દિલ્હી, કેનેડામાં એક હિન્દુ મંદિર પર ફરી એકવાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા છે. આ વખતે અહીં મિસિસોગામાં રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે તેની સખત નિંદા કરી છે.Anti-India slogans at Ram temple in Canada

ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે પણ આ મામલામાં દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભારતીય દૂતાવાસે બુધવારે ટિ્‌વટ કર્યું, અમે મિસીસૌગાના રામ મંદિરમાં ભારત વિરોધી ગ્રેફિટી (દિવાલો પર વાંધાજનક સૂત્રો)ની સખત નિંદા કરીએ છીએ.

અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ. ભૂતકાળમાં કેનેડામાં હિંદુ મંદિરો પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રિપોર્ટ્‌સ અનુસાર અહીં એક વર્ષમાં ૪ વખત આવું બન્યું છે.

અગાઉ, જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિરમાં આવી તોડફોડ કરવામાં આવી હતી, જેણે ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો હતો.

ગૌરી શંકર મંદિરમાં તાજેતરની તોડફોડની નિંદા કરતા, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે આ કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. એક નિવેદનમાં, દૂતાવાસે કહ્યું, “ભારતીય વારસાના પ્રતીક એવા બ્રામ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારની અમે સખત નિંદા કરીએ છીએ.

તોડફોડના ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અધિકારીઓને આ મામલે નક્કર કાર્યવાહી કરવા અપીલ કરી છે. બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ તોડફોડની નિંદા કરી અને કહ્યું કે કેનેડિયન સત્તાવાળાઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. તોડફોડના આ ધિક્કારપાત્ર કૃત્યને આપણા શહેર અથવા દેશમાં કોઈ સ્થાન નથી, બ્રેમ્પટનના મેયરે ટ્‌વીટ કર્યુંને કહ્યું, દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થળે સુરક્ષિત અનુભવવાને પાત્ર છે.

અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૨ માં, કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ભારત વિરોધી સૂત્રોચ્ચાર સાથે તોડફોડ કરવામાં આવી હતી. ત્યારે પણ ઘણો વિરોધ થયો હતો. ત્યાં જ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તરફથી ભારત વિરુદ્ધ ઘણી વધુ ઘટનાઓ સામે આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.