Western Times News

Gujarati News

Pakistan News: હું ભારતના માર્ગ પર ચાલવા માંગતો હતો: ઈમરાન ખાન

લાહોર, પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન ઇમરાન ખાને દાવો કર્યો હતો કે, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ઇચ્છતા હતા કે, તેઓ યુક્રેન પરના આક્રમણ માટે રશિયાની નિંદા કરે, પરંતુ તેમણે ભારતનું ઉદાહરણ આપીને આમ કરવાનો ઇનકાર કર્યો હતો.I wanted to walk the path of India: Imran Khan

ખાને સોમવારે વિદ્યાર્થીઓ અને ધાર્મિક વિદ્વાનો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘(એક વર્ષ પહેલાં જ્યારે તેઓ વડા પ્રધાન હતા) તેમની રશિયાની મુલાકાતથી પરત ફર્યા પછી જનરલ બાજવાએ મને યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવા કહ્યું. મેં તેમને કહ્યું કે, અમેરિકાનો વ્યૂહાત્મક સહયોગી ભારત તટસ્થ છે. એટલા માટે પાકિસ્તાને તટસ્થ રહેવું જાેઈએ.

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડા ખાને કહ્યું કે, તેમના ઇનકાર પછી જનરલ બાજવાએ ખુદ અમેરિકાને ખુશ કરવા માટે સુરક્ષા સેમિનારમાં રશિયાની નિંદા કરી હતી.

ગયા વર્ષે એપ્રિલમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા સત્તા પરથી હટાવવામાં આવેલા ૭૦ વર્ષીય ખાને રશિયાની મુલાકાતને યોગ્ય ઠેરવતા કહ્યું કે, ‘હું રશિયા ગયો હતો અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પાકિસ્તાનને સસ્તા ભાવે ઘઉં અને ઇંધણ આપવા માટે રાજી કર્યા હતા.

ભારત કરતાં દર.” લીધો. રશિયાના સમર્થનથી ભારતે તેનો મોંઘવારી દર ૭.૫ ટકાથી ઘટાડીને ૫.૫ ટકા કર્યો, પરંતુ પાકિસ્તાનનો મોંઘવારી દર ૧૨ ટકાથી વધીને ૩૦ ટકા થયો. ખાને કહ્યું કે, બાજવા ઈચ્છતા હતાસ કે, તેઓ અમેરિકાને ખુશ કરવા પુતિનની નિંદા કરે. તેણે કહ્યું, ‘પણ મેં પાકિસ્તાનના હિતોને ઉપર રાખ્યા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.