Western Times News

Gujarati News

Easy Loan: આ કંપનીએ લોન્ચ કર્યુ વ્યાપાર મિત્ર, નાના ધંધા માટે કોલેટરલ-મુક્ત લોન

મુથૂટ ફિનકોર્પે વ્યાપાર મિત્ર લોંચ કર્યું – માઇક્રો અને સ્મોલ બિઝનેસ માટે કોલેટરલ-મુક્ત દૈનિક હપ્તા લોન

કોચી, ભારતની આર્થિક વૃદ્ધિ લાખો રિટેઇલર્સ, ટ્રેડર્સ અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓની આસપાસ ફરે છે તેમાં કોઇ રહસ્ય નથી.

વેપારમાં સુધારા માટે કાર્યકારી મૂડી અને લોન પ્રદાન કરીને તેમની વ્યવસાયિક વૃદ્ધિને મદદરૂપ બનવાના હેતુસર મુથૂટ ફિનકોર્પ એક નવીન અને કસ્ટમ-મેડ પ્રોડક્ટ ‘વ્યાપાર મિત્ર બિઝનેસ લોન’ રજૂ કરી રહ્યું છે. Muthoot FinCorp launches Vyapar Mitra- collateral-free daily installment loans for micro and small businesses.

વ્યાપાર મિત્ર બિઝનેસ લોન દ્વારા ટ્રેડર્સ, વ્યવસાય માલીકો અને સ્વ-રોજગાર ધરાવતા વ્યક્તિઓ કોઇપણ વધારાના કોલેટરલ વગર તેમની દૈનિક રોકડ પ્રવાહને આધારે બિઝનેસ લોન મેળવી શકે છે. નાણા બજારમાં વ્યાપાર મિત્રને વિશિષ્ટ બનાવતા વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્ન પેપર્સ અને કોઇપણ અગાઉના સિબિલ સ્કોર રેકોર્ડ્સ વગર બિઝનેસ લોન મેળવી શકે છે.

દૈનિક આવક મેળવતાં દુકાન માલીકો દૈનિક રિપેમેન્ટ વિકલ્પનો લાભ લઇ શકે છે, જેનાથી તેમનો વ્યાજ આઉટફ્લો ઘટશે, જે વ્યાપાર મિત્ર બેંક લોન કરતાં વધુ આકર્ષક બનાવે છે. આ નવી પ્રોડક્ટ શૂન્ય પ્રી-પેમેન્ટ ચાર્જીસ, એક વર્ષમાં ત્રણ વખત લોન રિન્યૂઅલ, સરળ અને ઝડપી ડોક્યુમેન્ટેશન, લોનના ઝડપી વિતરણ જેવાં લાભો પણ ઓફર કરે છે.

વ્યાપાર મિત્ર 15 ફેબ્રુઆરી, 2023ના રોજ લોંચ થઇ રહ્યું છે અને તે દેશભરમાં મુથૂટ ફિનકોર્પનીપ્ર 3600થી વધુ બ્રાન્ચમાં ઉપલબ્ધ બનશે.

મુથૂટ ફિનકોર્પ લિમિટેડના સીઇઓ શાજી વર્ગીસે કહ્યું હતું કે, “મુથૂટ ફિનકોર્પ દેશના સામાન્ય વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા હંમેશા ઉભું રહ્યું છે તથા બેંકિંગ સુવિધાથી વંચિત વ્યક્તિઓને એમએફએલ દ્વારા ઔપચારિક બેંકિંગ સેક્ટર પ્રવેશ આપે છે.

વિશેષ કરીને દૈનિક આવક ધરાવતા સમૂહો સહિતના ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરવા આ કસ્ટમ-મેડ પ્રોડક્ટ છે અને આ વખતે અમે દેશના માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝિસ માટે કંઇક કરવા માગીએ છીએ, જેઓ આપણા અર્થતંત્રને ગતિશીલ રાખે છે. મને આશા છે કે વ્યાપાર મિત્ર દેશના રિટેઇલ ટ્રેડર્સ અને દુકાનદારોને સશક્ત કરીને અર્થતંત્રને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.”

તેના 136થી વધુ પરિવર્તનકારી જીવનમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો કરતાં વ્યાપાર મિત્ર મુથૂટ ફિનકોર્પ દ્વારા વિકસિત વધુ એક ગ્રાહક-કેન્દ્રિત ઉકેલ છે. પોતાની સહાનુભૂતિપૂર્ણ અને વિચારશીલ પ્રોડક્ટ્સ માટે પ્રશંસા મેળવનાર વ્યાપાર મિત્ર અલગ નથી. તે દરેક વ્યવસાયિક સેગમેન્ટ માટે વિશેષ પ્રકારે તૈયાર કરાઇ છે, જેમાં ચોક્કસ માગ અને જરૂરિયાતોને લક્ષ્યમાં રખાઇ છે.

મુથૂટ ફિનકોર્પ લિમિટેડ એ મુથૂટ પપ્પાચન ગ્રૂપની ફ્લેગશીપ કંપની છે તથા દેશમાં અગ્રણી એનબીએફસી પૈકીની એક છે, જે ગોલ્ડ સામે લોન તથા એમએસએમઇ લોન આપે છે. વિશ્વાસ ઉપર નિર્માણ પામેલ મુથૂટ ફિનકોર્પ વર્ષોથી નીચી અને મધ્યમ આવક ધરાવતા પરિવારોને લક્ષ્યમાં રાખીને પ્રોડક્ટ્સ અને સેવાઓની વિશાળ શ્રેણી ડિલિવર કરે છે.

દરરોજ 1,25,000 ગ્રાહકોને સેવા આપતું મુથૂટ પપ્પાચન ગ્રૂપે ફાઇનાન્સિયલ સર્વિસિસ, ટુરિઝમ, ટ્રાન્સપોર્ટેશન, રિયલ એસ્ટેટ, આઇટી સર્વિસિસ, હેલ્થકેર, કિમતી ધાતુઓ, આંતરરાષ્ટ્રીય સેવાઓ અને વૈકલ્પિક ઉર્જા વગેરેમાં તેની ઉપસ્થિતિ સ્થાપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.