ગોધરા રેન્જની મુલાકાતે આવેલા D.G.P વિકાસ સહાયનું હર્ષભેર સ્વાગત કરાયું
ગોધરા, ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજરોજ ગોધરા રેન્જ કચેરીની મુલાકાત માટે આવ્યા હતા આ પ્રસંગે ગોધરા રેન્જના ડી.આઈ.જી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા શુભેચ્છા સાથે રેડ કાર્પેટ જેવું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં પોલીસ વડાનો કાર્યભાર સંભાળનારા વિકાસ સહાય એ પોતાના પ્રોબ્રેશન તરીકે નો કાર્યકાળ બૃહદ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે જે પોલીસ અધિકક્ષ કચેરીમાં ફરજાે બજાવી હતી આ સ્થળે અત્યારે કાર્યરત ગોધરા રેન્જ કચેરીની મુલાકાત લઈને જુના સંસ્મરણોને યાદ કર્યા હતા.
ગોધરા રેન્જ કચેરીની મુલાકાતે આવેલા ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયનો પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. એમાં ગોધરા રેન્જના તાબા હેઠળના પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકો પણ હાજર રહ્યા હતા. રાજ્યના પોલીસવડા વિકાસ સહાય દ્વારા ગોધરા રેન્જ ના કાર્યરત ત્રણે જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાઓ સંદર્ભમાં સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ પણ કર્યો હતો.
અને તેઓની મુલાકાત સમય હાજર સૌ કોઈ પોલીસ અધિકારીઓ સાથે પરિચય સંવાદ પણ હળવાશપૂર્વક કરીને પોલીસ પરિવાર તરફથી આપવામાં આવેલ શુભેચ્છાઓનો પણ સહર્ષ સ્વીકાર કર્યો હતો. ગોધરા રેન્જ કચેરીની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે સી.સી.ટી.વી કેમેરાઓના ૨૪×૭ અભ્યાસ કરતા એવા નેત્રંગ કમાન્ડ એરિયા ની મુલાકાત સાથે અન્ય કાર્યરત કચેરીઓ સંદર્ભમાં ગોધરા રેન્જના ડી.આઇ.જી ચિરાગ કોરડીયા પાસેથી માહિતીઓ મેળવીને સમગ્ર રેન્જ સંદર્ભમાં કાયદો અને વ્યવસ્થાઓના ચુસ્ત પાલન અંગે કેટલાક મહત્વના સૂચનાઓ પણ કર્યા હતા.