Western Times News

Gujarati News

સાયલી પંચાયત દ્વારા કાપડની થેલી બનાવવાની ટ્રેનિંગની શરૂઆત

(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસ સાયલી ગ્રામ પંચાયતે નારી સશક્તિકરણ ઝુંબેશને આગળ વધારી કાપડની થેલી બનાવવાની ટ્રેનિંગ શરૂ કરાવવામાં સહભાગી થયા છે.સાયલી ગ્રામ પંચાયતે રાષ્ટ્રીય – ગ્રામીણ આજીવિકા મિશન ( -એનઆરએલએમ) અંતર્ગત વડોદરા આરસેટીનાં સહયોગે સાયલી પટેલપાડામાં કાપડની – થેલી બનાવવાની ટ્રેનિંગની – શરૂઆત કરાવી છે. ૧૩ મીએ સાયલી સરપંચ કુન્તાબેન, – સેક્રેટરી પાર્વતીબેન, જિ.પં.સભ્ય પ્રવીણભાઈ અને ચુંટાયેલા પંચાયત સભ્યોએ સંયુક્ત રૂપે આ ટ્રેનિંગનું ઉદધાટન કર્યું.
અહીં સાયલી વિસ્તારની ૨૫ આદિવાસી બહેનોને કાપડની થેલી બનાવવાની ૬ દિવસની ટ્રેનિંગ મળી રહી છે.

સફળતાપૂર્વક ટ્રેનિંગ પૂર્ણ કરનારી બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવશે. ટ્રેનિંગનાં ઉદધાટન વખતે સરપંચ કુન્તાબેને પ્રશિક્ષુ બહેનોનો ઉત્સાહ વધારતાં કહ્યું કે બહેનો ધારે તો કશું અશક્ય નથી. આજે પ્લાસ્ટિક થેલીનાં દુષ્પરિણામોનાં લીધે કાપડની થેલીનો વાપરાશ વધી રહ્યો છે. કાપડ થેલી બનાવી બહેનો થોડી ઘણી આમદની કરી શકે છે. પંચાયત સેક્રેટરી પાર્વતીબેને કિધું કે બહેનોને ર્સ્વનિભર બનાવવા સરકાર અને પ્રશાસન ઘણાં પ્રયત્નશીલ છે. નારી સશક્તિકરણ માટે સાયલી ગ્રામ ઃ પંચાયત પણ સામર્થ્ય અનુસાર પ્રયાસો કરતી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનિંગની શરૂઆત દરમિયાન સાયલી પંચાયતનાં ઑફિસ સ્ટાફ દીપક થોરાટ સહિત પંચાયત કર્મિયો મૌજૂદ રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.