Western Times News

Gujarati News

વલસાડના વાઘલધરા ખાતે બ્રિટનના પ્રતિનિધિનું ‘સદ્દભાવના સંમેલન’માં સન્માન કરાયું

(પ્રતિનિધિ) વલસાડ, અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર ૪૮ પર વલસાડ નજીક આવેલા ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ વાઘલધરામાં યુ.કે ના શ્રી રાજરાજેશ્વર ગુરુજી ની પ્રેરણાથી સદ્દભાવના સંમેલન યોજાયું હતું. સંમેલનમાં ઇંગ્લેન્ડ ના રાજા ના પ્રતિનિધી સાયમન સાહેબનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું.કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ , સૂફી સંત શ્રી એમ.કે.ચિસ્તી સાહેબ અને ભીડભંજન મહાદેવ મંદિર ના મહંત શ્રી શિવજી મહારાજ અને સ્વામિનારાયણ સંતો મહેંતો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વૈષ્ણવ સમાજના આચાર્ય શ્રી હિતનીરજ ગૌસ્વામી , સ્વામિનારાયણ સંપ્રદાય ના શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામસ્વામી (ચીખલી) , શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વવિહારી સ્વામી (વિરપુર) અને અન્ય સંતો , અટલ આશ્રમ ના મહંત શ્રી બટુકબાપુ , મુસ્લિમ સમાજના અગ્રણી યુનુસભાઈ અલ્લારખુ શેખ, વ્હોરા સમાજના અગ્રણી મુસ્તાનશિર વ્હોરા , શ્રીમાન કીર્તિભાઈ જૈન , વલસાડ જિલ્લા માયનોરિટી પ્રમુખ શ્રી ફારૂકભાઈ પેનવાલા , પારસી સમાજના અગ્રણી શ્રી દેજતભાઈ પારસી વલસાડ , મેમણ સમાજના અગ્રણી શ્રી આશિફ્ભાઇ બરોડાવાલા , શ્રીમતી ઇન્દુબેન પટેલ (લિડ્‌ઝ , ઇંગ્લેન્ડ) અને સમગ્ર સમાજે આ સંમેલન માં ભાગ લીધો હતો.કાર્યક્રમ ના આરંભ માં શ્રી રાજરાજેશ્વર ગુરૂજી એ સ્વાગત પ્રવચન કર્યું હતું. એમ.કે.ચિસ્તી સાહેબ એ અખંડ હિંદુસ્તાન ના રાષ્ટ્રધર્મ નું મહત્વ સમજાવ્યું હતું.

પૂ.શિવજી મહારાજ એ વૈદિક સનાતન ધર્મમાં વસુધૈવ કુટુંબકમ ની ઘોષણા કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે રાજરાજેશ્વર ગુરૂજી ની પ્રેરણાથી યોજાયેલું આ સદ્દભાવના સંમેલન રાષ્ટ્રીય એકતા ની મિશાલ બની રહયુ છે.આજના આ સદ્દભાવના સંમેલનમાં અમદાવાદ , વડોદરા , સુરત , નવસારી , વલસાડ અને વાપી થી વિશિષ્ટ આગેવાનો, પત્રકારો તથા દક્ષિણ ગુજરાતના અને જિલ્લાના આગેવાનો ,પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.બ્રહ્મસમાજ ના અગ્રણી પ્રિ .શ્રી બી.એન જાેષી સાહેબ , શ્રી અંકુરભાઈ શુક્લ અને માક્ષિતભાઈ રાજ્યગુરૂ એ વ્યવસ્થા સંભાળી હતી.પૂ.શ્રી ઘનશ્યામ સ્વામી અને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા મહાપ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.