Western Times News

Gujarati News

Smoking habit: કોની પાછળ ભાગો છો ?

ડો.હોલીસ એસ.ઈગ્નિહામે ન્યુયોર્કની વર્લ્ડ કોન્ફરન્સમાં કહેલું છે કે, બંદુક રિવોલ્વરની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને વાયરસ કરતાં પણ ધુમ્રપાન વધુ ખતરનાક છે

ભગવદગીતાના અઢારમાં અભ્યાસમાં શ્રીી કૃષ્ણ ભગવાનને ત્રણ પ્રકારના સુખની વાત કરી છે. તેમાં રાજસિક સુખનું સ્વરૂપ સમજજાવતાં તેઓ કહે છે કે જે શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે., પણ પરીણામે ઝેર જેવો ગુણકરે તે રાજસિસક સુખ કહેવાય છે. આવા એક રાજસિહ સુખ પાછળ આજે કરોડો હિદુસ્તાનીઓ હાંકહાંક મંચા છે તે દુવ્યસનોનું સુખ !

તેમાં તમાકુના વ્યસને તો ભારતમાં નાનાં ગામડાની મોટાં શહેરો સુધી હારડાની ઝુલતી ગુટકાની પડીકીઓ નજરે ચડે છે. હિદુસ્તાનમાં જાહેર મકાનોની સીડીઓના ખુણા ભાગ્યે જ તમને તમાકુની પિચકારીથી અસ્પૃશય જાેવા મળશે.

ટ્રેનમાં બસમાં અને હાલતાં ચાલતા જાહેર સ્થળો કે સમારંભોમાં તમાકુ ખાવા-પીવી એ બાબત સામાન્ય થઈ ગઈ છે. ત્યારે નવાને તેની લત લાગવી એ જ પ્સહજ બનતું જાય છે. તેમાં વળી જેમ કલોરોફોર્મની શોશી કે એનેસ્પેશીયાનું ઈન્જેકશન માણસના અંગને ખોટા બાનવી દે છે.

તેમ બીડી, સીગારેટ કે ગુટકાની આકર્ષક જાહેરાતો માણસની બુદ્ધિની બહેરીર બનાવી દે છે. કુસંગનો છેદ આ બેહોશીને વધુ ઘેરી કરે છે. અને પછી શતમુખ વીનીીપાતને માણસ નોતરી બેસે છે. એક દશક પહેલાં જીભ,ગાલ અને જડબાના કેન્સરના કિસ્સામાં જવલ્લે જ જાેવા મળતા. આજે હવે એરોજબરોજની બીના બની ગઈ છે.

એક જાણકાર માણસે મને સમજાવ્યું હતું કે ગુટકાના ઉત્પાદનમાં તમાકુ, સોપારી, કાથો, ચુનો ઉપરાંત કૃત્રિમ રંગો અને સુગંધકાર દ્રવ્યો વાપરવામાં આવે છે. કુદરતી કાથો લગભગ એક હજાર રૂપિયે કિલોના ભાવે મળે છે. જેની સામે કૃત્રિમ કાથો વાપરે છે જે ગેરૂ મુલતાની માટી સોપારી અને મટનમાંથી વધેલા ઘટેલા માંસના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે.

આરંભે સુખદાયી જણાતું વ્યસનનું રાજસિક સુખ અને એવું ઝેરમમ નીવડી શકે છે. તે ઉપરોકત હકીકતો પરથી સહેજે સમજાય તેવું છે. ડો.હોલીસ એસ.ઈગ્નિહામે ન્યુયોર્કની વર્લ્ડ કોન્ફરન્સમાં કહેલું છે કે, બંદુક રિવોલ્વરની તમામ ગોળીઓ તમામ જંતુઓ અને વાયરસ કરતાં પણ ધુમ્રપાન વધુ ખતરનાક છે. આ વિધાનમાં લેશ પણ અતિશયોકિત નથી.

આરંભે અમૃત જેવું લાગતું વ્યસન આપણી સંપત્તિને પણ કેવી તહસનહસ કરી રહયું છે ? ! ઘરમાં બાકોરું પડે તો આપણે તરત તેને છાંદી દઈએ છીએ. ખીસ્સામાં કાણું પડે તો આપણે તરત તેને સાંધી લઈએ છીએ પરંતુ વ્યસનોરૂપી બાકોરાં ને કાણાં આપણી સંપત્તિને તાણી જાય છે.

છતાં આપણી ઉંઘ ઉડતી નથી. કિમ આશ્ચર્ય અતઃ પરમ ? આ યક્ષ પ્રશ્ન આ બાબતે જરા વધુ ઉપયુકત લાગે છે. ગુણાતીતાંનદ સ્વામી કહેતા, કુસંગીના ફેલમાં સજજનતા રોટલા,બે હથેળી વચ્ચે મસળતા તમાકુમાં કેટલાય કુટુંબના રોટલા કચરાઈ જાય છે.વ્યસનનો સાથ સંતતિને હાથ પણ વાલીના હાથમાંથી છોડાવી જાય છે.

હથેળીમાં તમાકુ મસળતો કે હોઠ અને દાંત વચ્ચે તમાકુ દબાવતાં કે બીડી સિગારેટના પણ આ કુટેવનું બીજારોપણ કરતો જાય છે. એકવાર વર્ગખંડમાં શિક્ષકે વિધાર્થીઓને સવાલ કર્યો કે, તમારામાંથી કોણ પોતાના પિતાનું અધુરું કાર્ય પુરું કરે છે ? એક વિધાર્થીની આંગળી ઉચી થતા શિક્ષકે પુછયું બોલ બેટા ? તું તારા પિતાનું કયું અધુરું કાર્ય પુરુ કરે છે ?

ત્યારે તેણે કહયું મારો બાપ અડધી બીડી પીને ફેકી દે છે. હું તે પુરી કરી નાખું છું. હું તે પુરી કરી નાખું છું ટુંચકો રમુજી છે. પરંતુ વ્યસની બાપને ચીમકી આપનારો છે. આરંભમાં અમૃત જેવું લાગતું વ્યસન આપણા કાળજાના કટકા જેવા સંતાનની પણપ કેવા ગેરમાર્ગે દોરી રહયું છે ?

એક પડીકીમાં પુરાયેલા પાંચ પંદર સોપારીના કટકા કે દોઢ-બે ઈંચના ખાખી ધોળા ઠૂંઠા આપણા સ્વાસ્થ્ય, આપણી સંપત્તિ આપણા સંતાનો, આપણા સંસ્કારો અને આપણી શાંતિને વેરણછેરણ કરી દે તે શું આપણને મંજૂર છે?

શાસકોના શોષણ સામે મજુરોને હાકલ કરતા કાલે માર્કસ દુનિયાના મજુર ! એક થાઓ તમારે ઝંઝીરો સિવાય કશુ ગુમાવવાનું નથી. આ રીતે વ્યસનોની ચુંગાલ સામે રણશીગું ફેુંકતા આ નારો વહેતો કરવા જેવો છે. કે હિન્દુસ્તાનના વ્યસનીઓ !

સાબદા થાઓ. તમારે સડેલા મોઢા વેડફાતા પૈસા, બગડતા સંતાનો, ઘસાતા સંસ્કારો અને લુંટાતી શાંતી સિવાય કશું ગુમાવવાનું નથી. ભગવાન સ્વામીનારાયણ આ વ્યસનમુકિતનો ઉપાય વચનામૃતમાં જણાવે છે. કે શ્રધ્ધાપુર્વક આગ્રહ રાખે તો વ્યસન આ દેહે જ ટળી શકે છે. આટલું જાણ્યા પછી પોતાને પુછવું જ રહયું હું કોની પાછળ ભાગું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.