Western Times News

Gujarati News

આર્થિક સ્વનિર્ભર બનવા નાણાકીય જાગૃતતા જરૂરી

નાણાકીય તરલતા અને લિકિવડિટીની સમજણ વગર લીધેલી લોન ઘણીવાર મોટી મુશ્કેલી સર્જે છે

વ્યાજના દુષણ સામે ગુજરાતમાં જંગ ચાલી રહયો છે. વ્યાજખોરોના આતંકને નાથવા પોલીસ સક્રીય બની છે. લોકોને જાગૃત કરી રહી છે. લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુકત કરવા કામે લાગી છે. વ્યાજખોરોના ચકકરમાં ફસાયેલા લોકોને બહાર આવી ફરીયાદ કરવા અપીલ પણ કરી છે. લોકોને જરૂરી નાણા બેંકોને કે નાણાકીય સંસ્થાઓ તરફથી મળી રહે તે માટે લોન મેળા જેવા પગલાં પણ લેવાઈ રહયા છે. પરંતુ આ બધું કરવા છતાં વ્યાજનું દુષણ નાબુદ થઈ શકશે. ? તે મોટો પ્રશ્ન છે. વ્યકિતની જરૂરીયાત હોય ત્યારે સરળતાથી પૈસા મળે તે જરૂરી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એઅ છે કે લોકો એ નાણાકીય જાગૃકતા ફાઈનાન્સીયલ લીટ્રેસીની ખુબ જરૂર છે.નાણાંકીય બાબતમાં યોગ્ય સમજણ-અજાગૃતતા ફાઈનાન્સીયલની લીટ્રેસીની ખુબ જરૂર છે. નાણાકીય બાબતમાં યોગ્ય સમજણ જાગૃતતા ન હોવાને કારણે વ્યાજખોરોના પંજામાં લોકો ફસાયા હોય છે.

જીવનમાં સ્વમાનભેર જીવવા માટે આર્થિક સ્વનિર્ભરતા ખુબ જરૂરી છે. વર્તમાન ગળાકાપ હરીફાઈ તથા તોતીગ મોઘવારીમાં સામાન્ય આવકવાળા પરીવારોના બજેટ વારંવાર ખોરવાઈ જાય છે. આવા સમયે ઓચિંતા નાણાંની જરૂર પડે ત્યારે શરાફી વ્યાજે પૈસા ન મળે ત્યારે ઓચિતા નાણાંની જરૂર પડે ત્યારે શરાફી વ્યાજે પૈસા ન મળે ત્યારે ઉંચા વ્યાજે નાણાં લેવા પડે છે. અને ઉચું વ્યાજ અઅઅને નાણાં પરત કઢાવવાની તાકાત ધરાવતા જ લોકો આ ધંધામાં હોય છે. પરીણામે જાે વ્યાજે લેનાર પરીવાર સમયસર મુદલ કે વ્યાજ ન ભરે તો વ્યાજખોરોનાો આતંક શરૂ થાય છે. અઅને તે રીતે નાણાંના ચકકરમાં ફસાયેલ વ્યકિત અને પરીવારનું જીવન દુઃખી થઈ જાય છે. હવે માત્ર પગાર, કે. નિયમીત કમાણી હોવી પુરતી નથી. પ્રસંગો કે આકસ્મીક જરૂરીયાત માટે બચત હોવી ખૂબ જરૂરી છે. બચત કરવા કેટલી આવક છે ? તેના કરતા સમજણ જાગૃતિ અઅને બચત કરવાની માનસીકતા ખુબ જરૂરી છે. નવી પેઢીમા નાણાંનું મહત્વ કે બચતની જરૂરીયાતની સમજણ ઓછી દેખાય છે.

માણસ કેટલી કમાણી કરે છે ? તે અગત્યનું નથી તે કમાણીમાંથી બચત અઅને તેનું રોકાણ કેવી રીતે ? કયાં કરે છે ? તે મુખ મહત્વનું છે. બચતની બાબતમાં લોકોની માન્યતા ખોટી છે. મોટાભાગના લોકો એવું માને છે. કે પહેલા પૈસા કમાવ. પછી વધે તેટલો ખર્ચ કરો. લોકો પહેલા ખર્ચ કરે છે. અઅને પછી બચત માટે કશું જ વધતું નથી. પરીણામે બીમારી અકે પ્રસંગો માટે અથવા તો આકસ્મીક જરૂરીયાત સમયે લાચારીર સિવાય કશું જ હોતું નથી. પરીણામે વ્યાજના કાદવમાં ફસાયા સિવાય કોઈ વિકલ્પ જ નથી. રહેતો. ગરીબ અને મધ્યમ વર્ગ એક વખત વ્યાજના ચકકરમાં પડે પછી બહાર નીકળવાનો રસ્તો જ મળતો નથી. ધારેલા રસ્તાઓઅ ખુલતા નથી.

વ્યાજે નાણાં લેવા માટે ખોટું પણ નથી. નાણાં મુડી એઅ ઉત્પાદનનું એક સાધન છે. જે માણસ કામ કરે તો તેને પગાર કે મજૂરી ચુકવીએ છીએઅ તેમ નાણાંનો ઉપયોગ કરો તે માટે ચુકવાતા વળતરને વ્યાજ કહે છે. તમારી પાસે મુડી ન હોય અને મુડી માટે બહારથી પૈસા લેવામાં આવે ત્યારે તમારે મુડીનું વળતર વ્યાજ બીજાને ચુકવવુ પડે છે. ધંધો-વેપાર સિવાય વ્યકિતગત પારીવારીક પ્રસંગો માટે ઘર વાહન કે સુવિધાના સાધનો ખરીદવા વ્યાજે પૈસા લેવાતા હોય છે. આવા ખર્ચ કરવો જરૂરી છે ? આવા ખર્ચ માટે કયાથી. કેટલા નાણાં ઉછીના કે વ્યાજે લેવા જાેઈએ ? આઅ પૈસા પરત કરવા માટે મારી પાસે આવક છે ? મુદલ અને વ્યાજ કુલ કેટલા પૈસા કયારે ભરવા પડશે ? તેની જાેગવાઈ શકે છે. આવા કેટલાય પ્રશ્નો અંગે વિચારણા પછી વ્યાજે નાણાં લેવા જાેઈએ. આ સમજણને નાણાકીય જાગૃતતા ફાઈનાન્સીયલ લીટ્રેસી કહેવામાં આવે છે.

લોકોમાં જાગૃતતાના અભાવે વ્યાજનું દુષણ વધુ ભયાનક બનતું ગયું છે. ધંધો-વપારમાં જરૂર પડે ત્યારે કેટલી લોન લેવી. તે અંગે પણ જાગૃતા નથી. પરીણામે ખાનગી લોકો કે બેંકો પાસથી મોટી લોન લીધા પછી પરત થઈ શકતા નથી. નાણાકીય તરલતા લીકવીડટીની સમજણ વગર લીધેલી લોન ઘણીવાર મોટી મુશ્કેલી સર્જે ેછ. મોટી લોન પરત કરવી શકય જ ન બને ત્યારે વ્યાજ ચુકવી ચુકવી પોતાની મુડીનું ધોવાણ થઈ જાય છે ત્યારે સ્વમાની આત્મહત્યાઓઅ થતી હોય છે. લાંબા સમય કાંઈ પરીવાર આત્મહત્યાનો થતી હોય છે. લાંબા સમય કોઈ પરીવાર વ્યાજના દુષણથી ફફડે છે. આતંક સહન કરે છે. તેવા પરીવારો ડીપ્રશન અઅને પછી સામુહીક આત્મહત્યા કરી પહોચી જાય છે.

વ્યાજ એ દુષણ નથી. પરંતુ ઉચુ વ્યાજ અને વસુલાતમાં ભાઈગીરીના કારણે વ્યાજ એ દુષણ બને છે. લોકો વ્યાજના દુષણનો ભોગ એટલા માટે બને છે કારણ કે તેને જાેઈએ ત્યારે ઓછા વ્યાજે બેકો કે શરાફી સંસ્થાના પાસેથી સરળતાથી નાણાં મળતા નથી. પરીણામે દુષણની હાટડીના પગથીયા ચઢવા પડે છે. લોકોને સરળતાથી અઅને ખુબ ઓછા વ્યાજદરો નાણા મળે તેવી વ્યવસ્થા થવી જાેઈએ પરંતુ આ માટે સૌથી મોટો પ્રશ્ન તેની રીપેમેન્ટ ક્ષમતાનો પણ હોય છે. લોન આપતા પહેલા બેકો કેે સહકારી સંસ્થાઓઅ કે ખાનગી ધીરાવ કરતી શરાફી સંસ્થાઓને આપવી પડતી ગેરટી કે જરૂરી ડોકયુમેન્ટ અઅને જામીનોની વ્યવસથા હોતી નથી. લોકોએ કાળજીપુર્વક જરૂરી ડોકયુમેન્ટ રાખવા જાેઈએ.

આધારકાર્ડ પાનકાર્ડ કે રહેતા હોય ત્યાંનું લાઈટબીલ તેના નામો હોય તો વધુ મુશ્કેલી પડતી નથી. ખુબ નાના ગરીબ માણસ પાસે જરૂરી લીગલ ડોકયુમેન્ટ હોવા ખૂબ જરૂરી છે. વેન્ડર ફેરીયા કે છુટક કામ કરતા લોકોને લોન આપવા સરકારની યોજનાઓ પણ છે. પરંતુ બેકોને તેમાં રસ ઓછો હોય છે. અને ખૂબ નાની રકમની લોનમાં વ્યાજખોરોનું મોટું દુષણ છે. એઅક હજાર કે ૧૦ હજાર ની લોનમાં દિવસ દીઠ વ્યાજ વસુલાતું હોય છે. પરંતુ શાકભાજીના ફેરીયાઓઅ બેક સુધી જતા નથી. મધ્યમવર્ગને તેના આવક કરતાં ગજા બહારના ખર્ચા નડે છે. થોડી થોડી બચત કરી હોય તો પ્રસંગોમાં તે બચત કામ આવે પરંતુ તેવું થતું નથી. પરીણામે દેખોદેખીમાં લોન કે અ-ન્ય પ્રસંગોમાં દેવું કરીને મોટો ખર્ચ કરી નાખે છે. ધંધા કે પ્રસંગો માટે કેટલી લોન લેવી ? તેની કોઈ ગણતરી જ કરતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.