Western Times News

Gujarati News

Gujaratમાં એક જ દિવસે પાંચ અલગ-અલગ સ્થળોએ Accidentમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા

રાધનપુર નજીક જીપનું ટાયર ફાટતાં અકસ્માત, ૬નાં મોતઃ સુરતમાં ટ્રકની ટક્કરથી બાઈક સવાર દંપતિનું મોત-એકજ પરિવારના ૬ સભ્યો સહિત ૧૦ના મોત

અમદાવાદ, રાજ્યમાં રોજ-બરોજ અકસ્માતના કેસો વધી રહ્યાં છે. આજે રાજયમાં ૧ દિવસમાં પાંચ અકસ્માત થયા છે. આજે રાજ્યમાં મહેસાણા, સુરત, વડોદરા તેમજ પાટણ, ખેડા જિલ્લામાં અકસ્માતના બનાવો સામે આવ્યા છે.

જેમાં ૧૦ના મોત થયા છે. પાટણનાં રાધનપુર વારાહી હાઈવે પર મોટી પિપળી ગામનાં પાટિયા પાસે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ૬ ના મોત અને ૫ થી વધારે લોકો ઘાયલ થયા હતા. જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત થયો હતો.

સુરતમાં ટ્રકે અડફેટે લેતા બાઈક સવાર દંપતિનું મોત થયું છે. કોળીવાડ ફળીયા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. બાઈક પર જઈ રહેલા દંપતિને ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જે અકસ્માતમાં બાઈક સવાર દંપતિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. અકસ્માતની ઘટનામાં પાંચ વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે, ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે..

વડોદરાના શિનોરના ઉતરાજ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. નીલગાય અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નીલગાય કારના કાચ તોડી અંદર ખાબકી ગઈ હતી. કારમાં સવાર તમામ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. રાહદારીઓ દોડી આવતા મોટી જાનહાનિ ટળી હતી. ઈજાગ્રસ્ત નીલગાયને વનવિભાગ દ્વારા સારવાર અપાઈ હતી

ગુજરાતના પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ ૬ના મોત નિપજ્યાં છે તો ૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર અકસ્માતમાં એકાએક જીપનું ટાયર ફાટતા જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા. જાેકે આ ઘટનાની જાણ થતા જ તુરંત પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના નડિયાદ સંતરામ રોડ પર એસટી બસ નીચે રાહદારી આવી જતા અકસ્માત સર્જાયો છે. ૩૫ વર્ષના પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

પુરુષ એસટી બસના પાછળના વ્હીલમાં આવી જતા તેનુ મૃત્યું થયું છે. અક્સ્માત થતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.