Western Times News

Gujarati News

વિદેશમાં ભણવા Education Loan હવે ડોલરમાં મળશે

પ્રતિકાત્મક

ડોલરમાં લોન મળતાં જ રુપિયાથી ડોલરનો કનવર્ઝન રેટ ગ્રાહકને ચૂકવવો પડશે નહિં. બેંકો આશરે 85 પૈસાથી 1 રૂપિયો બેંક કનવર્ઝન ચાર્જ લગાવે છે. 

ગીફટ સીટી સ્થિત ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ સર્વિસ સેન્ટરની ભેટ- રૂપિયા-ડોલરની અફડાતફડી સામે સુરક્ષા: ચલણ રૂપાંતર ચાર્જ પણ બચશે: જો કે રીપેમેન્ટ ચલણ વ્યાજદર અંગે હજુ પ્રશ્ન

અમદાવાદ: વિદેશમાં અભ્યાસ કરવા જનારા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે એક રાહતના સમાચાર છે. ગુજરાતમાં ‘ગીફટ’ સીટીની જે સ્થાપના થઈ છે તેનો લાભ કોર્પોરેટ જગત કે પછી વ્યાપાર-ઉદ્યોગને મળે તેવું રહેશે નહી.

ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ સર્વિસ સેન્ટર જે ગીફટ સ્થિતિમાં કાર્યરત છે તે હવે રાજયના વિદ્યાર્થીઓ જેઓ વિદેશમાં અભ્યાસ કરવા માટે જાય છે તેઓને ડોલરમાં શિક્ષણ લોન આપશે.

ડોલરમાં લોન મળતાં જ રુપિયાથી ડોલરનો કનવર્ઝન રેટ ગ્રાહકને ચૂકવવો પડશે નહિં. બેંકો આશરે 85 પૈસાથી 1 રૂપિયો બેંક કનવર્ઝન ચાર્જ લગાવે છે.  વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓને વર્ષની આશરે 25000 ડોલરથી 50000 ડોલર સુધીની ફી ચૂકવવાની થતી હોય છે. તે મૂજબ જોવા જઈએ તો વાલીઓેને 25000 રુપિયાથી વધુનો ફાયદો થશે.

રેગ્યુલેશન અને નિયમો અલગ હોવાથી આ પ્રકારે ડોલર લોન શકય બની છે. વિદ્યાર્થીઓને વિદેશી યુનિ.માં જે ફી તથા અને અન્ય મોટી અથવા નહીવત થશે અને આંતરરાષ્ટ્રીય દરે જે વ્યાજદર હોય તે જ લાગશે. હાલ ભારતના વિદ્યાર્થીઓને જો વિદેશી અભ્યાસ ફી મોટી હોય તો વિદેશી ધિરાણ સંસ્થાઓમાં સહારો લેવો પડે છે. આ માટે એક ફાયનાન્સીયલ સર્વિસ જે ગીફટ સીટીમાં કાર્યરત છે તે ડોલર ટર્મમાં લોન ઓફર કરશે.

જો કે રીપેમેન્ટમાં અને વ્યાજદરમાં હજું પ્રશ્ન છે. ભારતની બેન્કો હજું પણ નીચા દરે શિક્ષણ લોન આપે છે. ઉપરાંત ચોકકસ રકમ સુધીની શિક્ષણ લોનમાં કોઈ મિલ્કત કે અન્ય જામીનગીરી આપવાની રહેતી નથી પણ ડોલર ટર્મમાં આંતરરાષ્ટ્રીય વ્યાજદર કેટલું હશે તે સ્પષ્ટ નથી. રીપેમેન્ટમાં જો રૂપિયામાં થાય તો ડોલર-રૂપિયા વચ્ચે જે ભાવ તફાવત છે તે ચૂકવવો પડશે અને તેથી રીપેમેન્ટ રકમ વધી જશે.

રૂપિયા અને ડોલરના ભાવમાં સતત અફડાતફડી થતી રહે છે અને ડોલર સામે રૂપિયો સતત ઘસાતો રહે છે. જેથી અહી રૂપિયાના ટર્મમાં શિક્ષણ લોન લેનાર વિદ્યાર્થીને ખરેખર તે રકમ ડોલર ટર્મમાં રૂપાંતર થાય તો મોટો ધસારો સહન કરવો પડે છે એટલું જ નહી આ વિદ્યાર્થીઓના વાલીઓ જે શિક્ષણ ફી વિ. માટે નાણા મોકલે છે તે પણ રૂપિયા-ડોલર વચ્ચેના મોટા કરન્સી વિનિમય તફાવતના કારણે તેમનું બજેટ બગડી જાય છે અને ક્ધવર્ઝનમાંજ મોટી રકમ તે ગુમાવે છે તથા તેના ચાર્જ પણ લાગે છે.

આઈએફએસસીએના એકઝીકયુટીવ ડિરેકટર દિપેશ શાહ એ આ માહિતી આપતા કહ્યું કે આ ફાયનાન્સીયલ સેન્ટર માટે તેના શિક્ષણ ખર્ચ ચૂકવવાના હોય છે તે ડોલરમાં આ લોન મારફત મોકલી ચલણમાં ક્ધવર્ઝન ચાર્જ બચાવશે. રૂપિયા-ડોલરની અફડાતફડીની અસર પણ હવે આ ઈન્ટરનેશન ફાયનાન્સીયલ સેન્ટરમાં આવેલી બેન્કો ડોલર ટર્મમાં અને તે પણ સ્પર્ધાત્મક વ્યાજદરે મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.