Western Times News

Gujarati News

કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ દુર્લભ તત્વ કચ્છમાં ઉગતા મશરૂમમાં મળી આવ્યું 

રાજકોટ, ભારતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં ઉગતા મશરૂમ કેન્સરના દર્દીઓને અપાતી રેડિએશન થેરાપી માટે મુખ્ય રાસાયણિક તત્વ પ્રદાન કરી શકે છે. ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી અને કચ્છ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મશરૂમમાંથી પૃથ્વી પરના દુર્લભ કુદરતી તત્વ એસ્ટેટીનને સફળતાપૂર્વક રીતે શોધી કાઢ્યું છે.

એસ્ટેટીન, જે ન માત્ર દુર્લભ છે, પરંતુ તેનું આયુષ્ય પણ ટૂંકું છે, કહેવાય છે કે તે કિમોથેરાપીના કારણે થતી આડઅસરને ઓછું કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વી પર એસ્ટેટીનની ઉપલબ્ધતા માત્ર થોડા ગ્રામ છે. કારણ કે, આ રેડિયોએક્ટિવ તત્વ કલાકોમાં નષ્ટ થઈ જાય છે.

rare element is boon for cancer patients found in a mushroom growing in Kutch

GUIDEના ડિરેક્ટર વી વિજય કુમારે જણાવ્યું હતું કે, ‘કેન્સરની સારવાર માટે Chemotherapyમાં કોબાલ્ટ રેડિએશનનો ઉપયોગ થાય છે. પરંતુ કોબાલ્ટ શરીરમાં લાંબા સમય સુધી રહે છે અને કેન્સર સેલ્સ તેમજ હેલ્ધી સેલ્સને નુકસાન કરે છે, જેના કારણે આડઅસર થાય છે.

એસ્ટેટિન માત્ર કેન્સરના સેલ્સને ટાર્ગેટ કરે છે અને થોડા સમય બાદ નિષ્ક્રિય થઈ જાય છે, તેથી આ રીતે શરીરને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. વાળ ખરી જવા, નબળાઈ, ઉબકા અને ઉલટી થવી, લોહી ગંઠાઈ જવું, યાદશક્તિમાં ઘટાડો… કીમોથેરાપીની આડઅસર છે.

કોબાલ્ટ લાંબા સમય સુધી શરીરમાં રહે છે તેથી બે કીમોથેરાપી સેશન વચ્ચેનું અંતર પણ વધારે હોય છે. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા GUIDEના મુખ્ય વૈજ્ઞાનિક કે કાર્તિકેયને દાવો કર્યો હતો કે, ‘વિશ્વભરના શંસોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે, આ રેડિયોએક્ટિવ તત્વ ટ્યુમર તેમજ અન્ય કેન્સરની સારવાર માટે રેડિયોઈમ્યુનથેરાપીની કાર્યક્ષમતામાં સુધારો કરશે. કારણ કે, સામાન્ય રીતે કીમો માટે પ્રતિરોધક તેવા ટ્યુમર સેલ્સને મારી નાખે છે. એસ્ટેટીનના ઉપચારાત્મક ઉપયોગ માટે વિશ્વભરમાં મોટી સંખ્યામાં સ્ટડી અને રિસર્ચ થઈ રહ્યા છે, પરંતુ સમસ્યા એ છે કે આ તત્વનો પુરવઠો મર્યાદિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.