Western Times News

Gujarati News

ગુજરાતમાં ભારતના સૌ પ્રથમ AI આધારીત સ્ટ્રોક કેર નેટવર્કની સ્થાપના કરાઈ

અમદાવાદ, ઝાયડસ હોસ્પિટલ્સ (અમદાવાદ) અને મેડટ્રોનિક plc (NYSE: MDT) ની માલિકીની સબસિડિયરી કંપની, ઈન્ડિયા મેડટ્રોનિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા નવી ભાગીદારી જાહેર કરાઈ જેના અંતર્ગત હબ-એન્ડ-સ્પોક નેટવર્ક બનાવીને આજે ગુજરાતમાં સ્ટ્રોકના દર્દીઓને મદદ આપવા માટે કામગીરી કરાશે. Zydus & Medtronic to launch AI Technology based Stroke Care Network

આ ભાગીદારીના ભાગ રૂપે, મેડટ્રોનિક AI-સક્ષમ ટેક્નોલોજીના ઉપયોગ કરીને અને સિલેક્ટ કરવામાં આવેલ હોસ્પિટલોમાં શિક્ષણ અને તાલીમને સમર્થન આપવા માટે સાધનો અને તકનીકો પ્રદાન કરીને ઇકોસિસ્ટમ બનાવવા માટે ઝાયડસ હોસ્પિટલ્સ સાથે સહયોગ કરશે.

ભારતમાં, દર વર્ષે લગભગ 18 લાખ જેટલા દર્દીઓ સ્ટ્રોકનો ભોગ બને છે. યોગ્ય હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા મોટા શહેરોમાં, દર્દીઓને વધુ સચોટ નિદાન તેમજ જરૂરી સારવાર મળી શકે છે. જો કે ગ્રામીણ વિસ્તારોમાં આ ક્ષેત્રે આ પ્રકારની સેવાઓ મેળવવી પડકારરૂપ હોય છે.

આ ભાગીદારી દ્વારા ગુજરાતભરના દર્દીઓને સ્ટ્રોકનો સામનો અસરકારક રીતે કરવામાં મદદરૂપ સાબિત થશે. હબ-એન્ડ-સ્પોક સિસ્ટમ એક અદ્યતન AI દ્વારા કામ કરે છે જે સ્ટ્રોકના CT સ્કેનનું બારીકાઇથી અધ્યયન કરી શકે છે. ઝાયડસના સ્ટ્રોક નિષ્ણાતોની એક ટીમ જે તે હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ CT સ્કેનનું નિરીક્ષણ કરશે

અને સ્થાનિક ફિઝિશિયનને આગળની સારવાર કરવા માટે શરૂઆતથી અંત સુધીનું માર્ગદર્શન પૂરું પાડશે. આ રીતે સ્થાનિક સ્ટ્રોક સેન્ટરના ફિઝિશિયનો દર્દીની જરૂરિયાતો પ્રમાણે આગળની સારવારના પગલાં નક્કી કરવા માટે સશક્ત બનશે અને આ રીતે, દર્દીને સમયસર યોગ્ય સારવાર મળી શકશે.

ઝાયડસ હોસ્પિટલ્સના સિનિયર એન્ડોક્રાઈનોલોજીસ્ટ & મેટાબોલિક ફિઝિશિયન તેમજ માર્ગદર્શક, ડૉ. વી. એન. શાહ દર્દી-કેન્દ્રિત અભિગમ અપનાવવા પર ભાર આપતા કહે છે. “મેડિસિન ક્ષેત્ર દર્દીની આસપાસ બનેલું છે. આ અભિગમ આપણને સતત રચનાત્મક રહેવાના પથ પર લઇ જશે.

ભારત જેવા દેશોમાં સ્ટ્રોક વિકલાંગતા ફેલાવનાર મુખ્ય રોગો માંથી એક છે. કોઈ પણ જાતના રોગની સારવાર હંમેશા તેના ઝડપી અને સચોટ નિદાનથી થાય છે. ગ્રામીણ સ્ટ્રોક સેન્ટરો દર્દીઓનું આયુષ્ય લાબું અને વધુ ગુણવત્તાસભર કરવામાં ચોક્સપણે મદદરૂપ થશે.”

મેડટ્રોનિક ઇન્ડિયાના ઉપ-પ્રમુખ માઈકલ બ્લેકવેલનું કહેવું છે કે, “મેડટ્રોનિક પર અમે વિવિધ પ્રકારની ટેક્નોલોજીનો ઝડપથી વિકાસ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ જેથી દર્દીઓ કોઈ પણ રોગચાળા માંથી બહાર આવી પોતાનું જીવન પહેલાની જેમ જ વિતાવી શકે.

અમે દેશભરમાં સતત વિવિધ હોસ્પિટલો સાથે ભાગીદારી કરી ભારતમાં સ્ટ્રોકના દર્દીઓની સંભાળમાં ક્રાંતિ લાવવાના હેતુને આગળ લઇ જઇએ છીએ. આ ભાગીદારીઓ દ્વારા સાથે મળીને, અમે હેલ્થકેર ક્ષેત્રે સ્થાનિક સાર-સાંભળના અવરોધોને દૂર કરવા માટે ટેકનોલોજીને એકીકૃત કરવામાં સક્ષમ છીએ.”

સિનિયર એન્ડોવાસ્કયુલર ન્યુરોસર્જન, ડૉ. કલ્પેશ શાહ કહે છે, “મગજ એ ખુબ જટિલ અંગ હોય છે અને સાથે સાથે તેની સાથે જોડાયેલા રોગો પણ એટલા જ જટિલ હોય છે. સ્ટ્રોક અને બ્રેઈન હેમરેજ ઘણીવાર અપંગતાનું કારણ બને છે જે માત્ર દર્દી જ નહિ, તેના ઘર-પરિવારમાં બધા માટે તકલીફ હોઈ શકે છે. આ પ્રકારની બીમારીઓનું જો સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં, યોગ્ય નિષ્ણાતો AI વડે સમયસર નિદાન કરી શકે, તો આ પ્રકારની સારવાર હોસ્પિટલમાં રહેલા દર્દીઓ માટે પણ જીવ બચાવનાર સાબિત થતું હોય છે.”

સિનિયર કન્સલ્ટન્ટ (ન્યુરોસર્જરી), ડૉ. દિપક પટેલ પોતાનો અભિપ્રાય આપતા કહે છે કે, “બ્રેઈન સ્ટ્રોક હેમરેજ અથવા ઈનફાર્કશન (બ્લોકેજ)ના સ્વરૂપે થઇ શકે છે. શરૂઆતની 6 કલાકો (ગોલ્ડન અવર્સ)માં સારવાર લેવાથી આવા કેસોમાં વધુ સારું પરિણામ મળી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં લોહીની ગાંઠને નિષ્કાસિત કરી બંધ થયેલી રક્તવાહિનીને ફરી ખોલવાની અને ઇમરજન્સી સર્જરીઓ હેમરેજ અથવા ઈનફાર્કશનમાં ખુબ અસરકારક સાબિત થાય છે અને સારું પરિણામ આપે છે.”

સિનિયર સ્ટ્રોક ન્યુરોલોજીસ્ટ, ડૉ. અરવિંદ શર્મા કહે છે, “80% સ્ટ્રોક અટકાવી શકાય તેવા હોય છે. ‘ટાઈમ ઇઝ બ્રેઈન’ અને જો તમે હાયપરટેંશન, ડાયાબિટીસ તેમજ સ્થૂળતાને નિયંત્રણમાં રાખી શકો અને ધુમ્રપાન છોડી શકો, તો સ્ટ્રોકની શક્યતામાં ભારે ઘટાડો થઇ જતો હોય છે. જો કોઈને સ્ટ્રોકના કોઈ પણ લક્ષણો જણાય તો સમયસર યોગ્ય નિદાન કરોને શરૂઆતી કલાકોમાં સારવાર મેળવવી જરૂરી બની જાય છે. રિમોટ સ્ટ્રોક સેન્ટરોનું આ પ્રકારનું નેટવર્ક બનાવવાથી દર્દીઓ સુધી યોગ્ય સારવાર પહોંચાડી શકાશે.”

સિનિયર ન્યુરોલોજીસ્ટ, ડૉ. અજિત સોવાણી જણાવે છે કે, “સ્ટ્રોક દરમિયાન, મગજ માંથી બ્લોકેજનો નિકાલ કરવાની પ્રક્રિયા બને એટલી જલ્દી પૂર્ણ કરવી જરૂરી છે અને તે લક્ષણો દેખાયાનાં 24 કલાકમાં કરી લેવી પણ જરૂરી છે. આ પરિસ્થિતિઓમાં સમય ખુબ મહત્વનો હોય છે અને AI-માર્ગદર્શિત ટેક્નોલોજી ડોક્ટરોને નિદાન થયા બાદ આગળના પગલાં ઝડપથી નક્કી કરવામાં મદદરૂપ થાય છે.”

ઝાયડસ હોસ્પિટલ્સ વિષે

‘ધ વીક’ મેગેઝીન દ્વારા સતત ચોથા વર્ષે ઝાયડસ હોસ્પિટલ્સને અમદાવાદની શ્રેષ્ઠ હોસ્પિટલનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ હોસ્પિટલ ‘ઝાયડસ ગ્રુપ’ની એક પહેલ છે જેના દ્વારા પારદર્શી, પ્રામાણિક અને યોગ્ય કિંમતે ગુણવત્તાસભર મેડિકલ સેવાઓ આપવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદ ખાતે 2 હોસ્પિટલો ચાલે છે જેમાં કુલ 660થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ છે. મુખ્ય હોસ્પિટલ 550 બેડ ધરાવતી સુપર સ્પેશિયાલિટી મેડિકલ સંસ્થા છે જે 2 બેઝમેન્ટ સહીત 15 માળના બિલ્ડિંગમાં વિસ્તૃત છે. આ સિવાય 110 બેડ ધરાવતું ઝાયડસ કેન્સર સેન્ટર પણ કેન્સરને લગતી સેવાઓ માટે ઉપલબ્ધ છે. આ અત્યન્ત આધુનિક મેડિકલ સંસ્થામાં દરેક પ્રકારની મુખ્ય મેડિકલ સ્પેશિયાલિટી, સબ-સ્પેશિયાલિટી, તપાસ અને નિદાન સુવિધાઓ, રિહેબિલિટેશન તેમજ શારીરિક થેરાપી દ્વારા ઉપચારની સેવાઓ મળી રહે છે. અહીં દર્દી-કેન્દ્રિત અભિગમ દ્વારા સાર-સંભાળ લેવામાં આવે છે જે દરેક દર્દી માટે સકારાત્મક વાતાવરણ પૂરું પાડે છે. ઝાયડસ ગ્રુપની હોસ્પિટલ્સ અમદાવાદ સિવાય આણંદ, વડોદરા અને સીતાપુર (મારુતિ સુઝુકી સાથે સંયુકત રીતે) પણ કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.