Gandhinagar Sector-17 માં ૧૯૯ ઝાડ કાપવાની મંજૂરી મળી
ગાંધીનગર, ગાંધીનગરમાં સેક્ટર-૧૭માં નવા સદસ્ય નિવાસના બાંધવા માટે અંદાજિત રૂપિયા ૨૪૭ કરોડનો ખર્ચ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૮ હજાર ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે.
આ જગ્યા ૨૧૬ ફ્લેટ ટાઇપ આવાસ તૈયાર કરવામાં આવશે, જેમાં ઇન્ડોર ગેમ ઝોન, લેન્ડ સ્કેપ ઓડિટોરીયમ, કોમ્યુનિટી હોલ, ક્લબ હાઉસ, વોકીંગ ટ્રેક અને કેન્ટીન પણ તૈયાર કરવામાં આવશે.In Gandhinagar Sector-17 permission was given to cut 199 trees
આ પ્રોજેક્ટનું કામ અહીં આવેલા ઝાડના કારણે અટવાયેલું હતું પરંતુ હવે ઝાડ કાપવાની મંજૂરી મળી જવાથી કામ ફરી એકવાર આગળ ધપાવવામાં આવશે. આ યોજનાનું કામ આગળ વધારવા માટે પ્રથમ તબક્કામાં સ્થળ પરથી જૂના મકાનો તોડવા માટે કામ હાથ ધરવામાં આવ્યુ હતુ, અને બીજી તરફ તંત્ર દ્વારા વન વિભાગને વૃક્ષો દૂર કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી હતી. હાલની સ્થિતિએ આ જગ્યાએ ૧૯૯ જેટલા વૃક્ષો કાપવા માટે વનતંત્રને દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં નાના રોપાઓનો પણ સમાવેશ થાય છે.
પરંતુ વૃક્ષો કાપવાના સંદર્ભે લાંબા સમયથી વનતંત્ર કક્ષાએથી દરખાસ્તને મંજુરી ના મળવાથી ધારાસભ્યોના નવા આલિશાન કવાટર્સનુ કામ અટવાઈ પડ્યું હતુ. આ જગ્યા ઉગેલા અંદાજિત ૧૯૯ જેટલા વૃક્ષો હોવાથી તેને કાપવા માટે વનતંત્રની મંજુરી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. છેક સુધી મંજૂરી માટે પડતર રાખેલી દરખાસ્ત ને આખરે વનતંત્રએ મંજુરી આપી દેવામાં આવી છે.
હાલ વૃક્ષોની કટોતી કરવામાં આવી રહી છે. જેમાં સેવન, લીમડો, ગરમાળો, જાંબુ, ગુંદા, આસોપાલવ, બદામ, કણજી સહિતના વૃક્ષોનો સમાવેશ થાય છે. વૃક્ષો દૂર કરવાની મંજૂરી મળતા હવે હવે ટૂંક સમયમાં જ યોજનાનુ કામ ઝડપથી આગળ વધારવામાં આવશે.
જયારે આ વૃક્ષોને કાપવા માટે વનતંત્રને અંદાજે રૂપિયા ૫.૯૯ લાખનું વળતર ચૂકવાયુ છે. સેક્ટર-૧૭માં બનનારા નવા સ્ન્છ કવાટર્સની યોજનાને અનુલક્ષીને બેઝમેન્ટ પાર્કીંગ અને બગીચાનુ પણ નિર્માણ કરાશે.SS1MS