Coronaને કારણે માનસિક બીમારી જેમ કે ચિંતા અને Depression એક મોટો પડકાર
• ટેલી કાઉન્સેલિંગ અને રૂબરૂ મુલાકાત ના હાઈબ્રીડ સર્વિસ ડિલીવરી મોડલ થકી વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સ એ કોવિડ અસરગ્રસ્ત દર્દી અને તેમના પરિવારજનો તથા જાતિ આધારિત હિંસા નો ભોગ બનેલા લોકોને માનસિક પડકારો માંથી મુક્ત થવામાં મદદ કરી છે Anxiety and depression prevalent in 92% COVID-19 affected people facing mental health challenges
• જૂન 2021 થી લઈને ડિસેમ્બર 2022 સુધી ગુજરાતના સાત જિલ્લામાં વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સ દ્વારા આ સેવા લાગુ કરવામાં આવી હતી
• પ્રોજેક્ટ જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા અને માનસિક સ્વાસ્થ્ય માટે સહાય આપવા ટેલી મેડિસિન શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ રહ્યું છે
અમદાવાદ, છેલ્લા ત્રણ વર્ષોમાં, કોવિડ-19 રોગચાળાને કારણે સમગ્ર વિશ્વમાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક અને વર્તણૂક માં નોંધપાત્ર ફેરફાર થયા છે. રોગચાળો ભલે ઓછો થઈ રહ્યો છે, તેમ છતાં, શહેરી તેમજ ગ્રામીણ બંને વિસ્તારોમાં સમસ્યાઓ સાથે સંકળાયેલ કલંકને કારણે સામાન્ય માનસિક બીમારી જેમ કે ચિંતા અને ડિપ્રેશન એક મોટો પડકાર બની રહે છે.
એક અગ્રણી જાહેર આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સ (WHP)એ કોવિડ-19 રોગચાળા દરમિયાન માનસિક સમસ્યાઓનું વ્યાપક પણે નિરાકરણ પર ગુજરાતના સાત જિલ્લાઓમાં, માનસિક સ્વાસ્થ્ય અને જાતિ-આધારિત હિંસા પર તેના 18 મહિનાના લાંબા રિસર્ચમાંથી બહાર આવતી મુખ્ય બાબતો પર અમદાવાદમાં આજે આયોજિત એક કાર્યક્રમમાં પ્રકાશિત કરી.
આ પ્રોજેક્ટને યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી) દ્વારા ટેકો મળ્યો હતો અને હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ, અમદાવાદ (HMHA) ના ટેકનિકલ સપોર્ટથી આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુશ્રી રેમ્યા મોહન, IAS, એમડી- નેશનલ હેલ્થ મિશન, ગુજરાત, ડૉ. લવિના સિન્હા, IPS ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-1, અમદાવાદ, ડૉ. આર. આર. વૈદ્ય, રાજ્ય ક્ષય અધિકારી અને ડૉ. અજય ચૌહાણ, સ્ટેટ નોડલ ઓફિસર, માનસિક આરોગ્ય પણ જોડાયા હતા અને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સના કન્ટ્રી ડિરેક્ટર પ્રાચી શુક્લાએ જણાવ્યું “જ્યારે આપણે અચાનક, રોગચાળાને કારણે, આજુબાજુમાં આટલો બધો ફેરફાર જોઈએ છીએ, ત્યારે ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ કેટલી બદલાઈ ગઈ છે. અસંખ્ય લોકોને ગુમાવવાથી, નોકરીની ખોટ, નાણાકીય અસુરક્ષા અને સામાજિક જોડાણો ગુમાવવાથી, વ્યક્તિનું માનસિક-શારીરિક સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે.
આ અસાધારણ પડકારોએ અમને વ્યક્તિઓ અને તેમના પરિવારના સભ્યો સાથે સીધા કામ કરવાની તક પણ આપી. અમે સંયુક્ત રીતે તેમની તકલીફોને હળવા કરવામાં મદદ કરી છે.” તેમણે જણાવ્યુ કે “ગ્રાઉન્ડ ફોર્સ અને ટેક્નોલોજી સમર્થિત કોલ સેન્ટરનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટની ખૂબ જ અસરકારક અસર જોવા મળી છે
જેણે ગુજરાતમાં 80,000 થી વધુ કોવિડ દર્દીઓની તપાસ અને કાઉન્સિલિંગ કર્યું છે. આ મોડલની સુગમતા અને ઓછી કિંમતની ટેકનોલોજીનો ઉપયોગના કારણે રાજ્ય સરકારો આ મોડલનું કદ રાજ્ય ની જરૂરિયાત પ્રમાણે કરી શકે છે.”
કોવિડ-19 અને જાતિ-આધારિત હિંસાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ અને પરિવારોને વહેલી તપાસ, રેફરલ અને સામાજિક સુરક્ષા આપવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર રાજ્યના 07 જિલ્લાઓમાં જૂન 2021-ડિસેમ્બર 2022 દરમિયાન આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ સાત જિલ્લાઓ છે: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, પાટણ, વડોદરા અને સુરત.
મુખ્ય બાબતો:
• આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના 1,75,000 થી વધુ લોકો પેશન્ટ હેલ્થ પ્રશ્નાવલી-4 (PHQ-4) સ્ક્રીનીંગ ટૂલ નો ઉપયોગ કરીને તેમના માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યો.
• પ્રોજેક્ટ દરમિયાન WHP ના ટેલી-હેલ્થ પ્લેટફોર્મને માનસિક સ્વાસ્થ્ય સહાય માટે 23,000 થી વધુ કૉલ પ્રાપ્ત થયા
• WHP ની હેલ્પલાઇનના ડેટાને આધારે, 16% કોવિડ-19 દર્દીઓને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાની ઓળખ કરવામાં આવી હતી. તેએ પણ દર્શાવે છે કે કોવિડ-19 દર્દીઓના પરિવારના 5% સભ્યોને પણ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાનું નોંધાયું છે
• માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા COVID-19 અસરગ્રસ્ત દર્દીઓમાં 92% દર્દીઓને ચિંતા અને ડિપ્રેશન હોવાનું જણાયું હતું.
• માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા 82% COVID-19 દર્દીઓ જેમણે WHP ની હેલ્પલાઇન નંબર પર કૉલ કર્યો હતો તેમને હળવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી જેવી કે ચિંતા અને હતાશા. જ્યારે 93% માનસિક રોગ થી પીડાતા COVID-19 દર્દીઓએ તપાસમાં ચિંતા અને હતાશા ના લક્ષણો દર્શાવ્યા હતા.
• હળવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતી 82% વ્યક્તિઓ ટેલિ-કાઉન્સેલિંગ સત્ર પૂર્ણ કર્યા પછી સામાન્ય હોવાનું જણાયું હતું.
• જાતિ-આધારિત હિંસાના મુદ્દાઓ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે મજબૂત સંબંધ છે એવું બહાર આવ્યું. જાતિ-આધારિત હિંસાથી પ્રભાવિત 83% વ્યક્તિઓને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવાનું જણાયું હતું.
• WHP એ સંસ્થાકીય સંભાળની જરૂરિયાતવાળા લોકો માટે રેફરલ સેવાઓની પણ સુવિધા આપી. માનસિક સ્વાસ્થ્ય, જાતિ-આધારિત હિંસા અને પદાર્થના બંધાણી માટે 524 થી વધુ વ્યક્તિઓને સંસ્થાકીય સંભાળ માટે સંદર્ભિત કરવામાં આવ્યા હતા.
• પ્રોજેક્ટ દરમિયાન, સૌથી વધુ અસરગ્રસ્તો માટે WHP એ વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે ના જોડાણને પ્રોત્સાહન આપ્યું. આ જોડાણોથી 500 થી વધુ લાભાર્થીઓને સીધો લાભ મળ્યો. રાજ્ય સરકારની સહાયની જોગવાઈઓના ભાગરૂપે કોવિડ અસરગ્રસ્ત લોકોના બેંક ખાતામાં 24 લાખથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
સામુદાયિક સહભાગિતાની જરૂરિયાત પર ભાર મૂકતા, રાજ્ય માનસિક સ્વાસ્થ્ય સત્તામંડળ ગુજરાતના સભ્ય સચિવ ડૉ. અજય ચૌહાણે જણાવ્યું હતું “વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સ રાજ્યના માનસિક આરોગ્ય વિભાગ સાથે મળીને ટીબી, કોવિડના દર્દીઓ, પદાર્થનો નશો અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા જાતિ-આધારિત હિંસાના અસરગ્રસ્ત દર્દીઓને ઓળખવા માટે વ્યાપક રીતે કામ કરી રહી છે અને હળવા તથા ગંભીર દર્દીઓને ટેલી-કાઉન્સેલિંગ પૂરું પાડવા માટે જિલ્લા માનસિક આરોગ્ય સંસ્થામાં રીફર કરે છે. કોવિડએ દર્શાવ્યું છે કે અસરકારક જોડાણો અને સેવાઓ દ્વારા માનસિક સ્વાસ્થ્યની વહેલી ઓળખ, નિવારણ અને વ્યવસ્થાપન અંગે સામુદાયિક જાગૃતિ લાવવા માટે બહુ-ક્ષેત્રિય સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.”
પ્રોજેક્ટ જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવા અને માનસિક સ્વાસ્થ્યના પડકારો માટે સહાય આપવા ટેલી મેડિસિન શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ રહ્યું છે. ટેલિ-MANAS જેવી તાજેતરની સરકારી પહેલો સાથે વર્લ્ડ હેલ્થ પાર્ટનર્સની મજબૂત સમુદાયની હાજરી, સંભાળ મેળવવાની વર્તણૂક અને સ્થિતિસ્થાપક માનસિક સ્વાસ્થ્ય સહાયક પ્રણાલીઓના નિર્માણમાં સકારાત્મક ગતિને વેગ આપી શકે છે.