Western Times News

Gujarati News

Whatsapp Group બનાવી સરકારી ગાડીઓનું લોકેશન શેર કરતાં ગુનેગારો ઝડપાયા

સરકારી ગાડીનું લોકેશનો ટ્રેક કરી ગુન્હો આચરનાર બે ગુન્હેગારો ઝડપાયા

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) બાયડ, અરવલ્લી જિલ્લામાં ખનીજ માફીયાઓ દ્વારા રોયલ્ટી ચોરી કરવા માટે સરકારી ગાડીમાંજ જી.પી.એસ ટ્રેકર લગાવી દેવામાં આવ્યું હતું અને તેનું વોટ્‌સએપગ્રુપ બનાવી સરકારી ગાડીનું લોકેશન ખનીજ માફિયાઓ ને જણાવતા હતા. Criminals were caught sharing the location of government vehicles by creating a WhatsApp group

ઘણા સમયથી ખાણ ખનીજ વિભાગ ને ખનીજ ચોરી પકડવામાં સફળતા ન મળતા અધિકારીએ પોતાની જ ગાડીને ચેક કરતા તેમાંથી જી.પી.એસ. ટ્રેકર મળી આવ્યું હતું જેને લઈને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જી.પી.એસ ટ્રેકર ને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પોલીસ અધિક્ષક શ્રી સંજયખરાત, સાહેબ અરવલ્લીનાઓએ અરવલ્લી જિલ્લામાં બનેલ સાયબર ક્રાઇમ સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક પરિણામ લક્ષી કામગીરી કરવા સુચનાઓ આપેલ હતી. તેને લઈને અરવલ્લી જિલ્લા એલ.સી.બી એ ભિલોડા તાલુકાના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

જેમાં જી.પી.એસ ટ્રેકર લગાવનાર મુખ્ય આરોપી પ્રભુદાસ ડોડીયા અને ઉપેન્દ્ર મેનાતની ધરપકડ કરી પોલીસ પકડથી દૂર આરોપી નિમેષ ગોર મોડાસા ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે પોલીસે ઝડપેલા બે શખ્સોની પૂછપરછ કરતા મોટા ખુલાસા થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.