Gujarat : વરરાજાની ગાડીએ પાંચ ગુલાંટ ખાધી, અકસ્માત બાદ પણ ફેરા ફર્યા
પ્રાંતિજ પાસે પેટ્રોલ ભરાવવા ધીમી પાડીને પાછળથી કારે અથડાવીઃચાર ગંભીર
હિંમતનગર, સાબરકાંઠા જીલ્લાના પ્રાંતીજ તાલુકાના સલાલ નજીક દલપુર પાસે ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી ઈડર ઓડ પરીવારની લગ્નની જાનનો કાફલો જતો હતો. દરમ્યાન વરરાજા અને તેના ભાઈની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
જેમાં વરરાજા સહીત ૬ જણાને ઈજા થઈ હતી. જેમાં ચાર ગંભીર ઈજાગ્રસ્તોને હિમતનગર સારવાર આપ્યા બાદ અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતોની બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો.
Gujarat: Even after the accident, the groom moved around
અમદાવાદની સીવીલ ચાર રસ્તા પાસે મોહન સીનેમા નજીક ઓડ પરીવારના વરરાજા રીધમ વિનોદભાઈ ઓડની જાનમાં કારનો કાફલો લઈને પરણવા ગુરુવારે સવારે નીકળ્યા હતા. સાથે વરરાજાની માતા હીરલબેન વિનોદભાઈ ઓડ દાદાજી બાલાજી ઓડ મોન્ટુભાઈ ઓડ અને અન્ય સંબંધીઓ વરરાજાની કાર અને પાછળની બીજી કારમાં બેઠા હતા.
કારના કાફલા સાથે લગ્નની જાન ઈડરમાં પંડયા સોસાયટીમાં જઈ રહી હતી. દરમ્યાન પ્રાંતીથજી હિંમતનગર નેશનલ હાઈવે નં.૮ પર આવેલા સવાલ પાસેના દલપુર નજીક રોડ પર કાફલામાં જતી કાર પૈકી વરરાજાની કાર અને તેના ભાઈની કાર વચ્ચે ગુરુવારે સવારે ૮.૧૬ મીનીટ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નજીકના પેટ્રોલ પંપમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થયો હતો.
રીધમની કાર સાથે તેના ભાઈ મોન્ટુની કાર ટકારાઈ હતી. જેમાં રીધમની માતા દાદાજી ભાઈ અને હતી. બંને કારના કુરચા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત માતા દાદાજી સહીત ચાર જણાને અમદાવાદ સારવાર અર્થે રીધમને સામાન્ય ઈજા થવા પામી હતી. માટે ઈડર જાનૈયાઓને સાથે નીકળી ગયો હતો. અકસ્માત અંગે પ્રાંતીજ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોચ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.