Western Times News

Gujarati News

કડીમાં લગ્ન પ્રસંગે ચલણી નોટોનો કરાયો વરસાદ

મહેસાણા, ફરી એક વખત લગ્નમાં નોટોનો વરસાદ કરાયો હોવાની ઘટના સામે આવી છે. કડી તાલુકાના અગોલ ગામની આ ઘટના છે, જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં વરઘોડામાં ચલણી નોટો ઉડાવવામાં આવી હતી. Currency notes were showered on the occasion of marriage in Kadi

જ્યારે લોકો પણ નોટો પકડવા દોડધામ કરી  રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ ઘટના કડી તાલુકા અગોલ ગામની છે. જ્યાં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં ૫૦૦ અને ૧૦૦ની નોટ ઉડાવવામાં આવી હતી.

અગોલ ગામના પૂર્વ સરપંચ કરીમભાઇ જાદવના ભત્રીજાના લગ્ન હતા. વરઘોડામાં લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા હતા. મકાનના ધાબે ચડી લોકો નાણાં ઉડાવતા જાેવા મળ્યાં હતા. જ્યારે ૫૦૦ રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ કરી રહ્યા હતા.

સામાન્ય રીતે ડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવું સામે આવતું હોય છે. પરંતુ ઘણી વખત લગ્નની ખુશીમાં પણ લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે.

કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. અહીં પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. વરઘોડામાં ૧૦-૨૦ની નહીં પરંતુ ૫૦૦-૫૦૦ની નોટો ઉડાવવામાં આવતાં લોકોએ પણ તેને પકડવા દોડધામ કરી હતી. ૫૦૦ રૂપિયાની નોટ પકડવા લોકોમાં પણ દોડધામ મચી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.