Rajkot : Cricket રમી રહેલા યુવકનું Heart Attackથી મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Heart-Attack.jpg)
પ્રતિકાત્મક
(એજન્સી) રાજકોટ, અત્યારે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સૌથી વધારે જાણે યુવાઓને ટાર્ગેટ કરી રહી હોય એમ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રાજકોટમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું હાર્ટ એટેક આવતા મૃત્યું નીપજ્યું છે.
Cricket playing youth died of heart attack
તેના કમકમાટી ભર્યા મોતના સમાચાર સામે આવતા જ સ્થાનિકોમાં શોકનું મોજુ ફરીવળ્યું છે. થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં એક સાથે ૨ સ્પોર્ટ્સ પર્સનને હાર્ટ એટેક આવ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. તેવામાં આ કિસ્સો શાંત થાય એની પહેલા જ આજે ૩૫ વર્ષીય યુવકનું મોત નીપજતા ચિંતાજનક સ્થિતિ ઉદ્ભવી છે.
અત્યારે Healthy Lifestyle એ એક ચિંતાનો વિષય બની ગયો છે. રાજકોટના યુવકનું RaceCourse ખાતે ક્રિકેટ રમતા સમયે મોત થતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ યુવકની ઉંમર લગભગ ૩૫ વર્ષ આસપાસ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. હજુ સુધી મોત પાછળનું પ્રાથમિક કારણ જ બહાર આવ્યું છે. આગળ વધુ તપાસ થઈ શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
વરાછા વિસ્તારમાં પણ ક્રિકેટ રમી રહેલા યુવાનનું મોત નીપજ્યું હોવાના રિપોર્ટ્સ મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સુરતનો યુવક ક્રિકેટ રમવા માટે ગયો હતો. ત્યારપછી જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને ગભરામણ પણ તેને થવા લાગી હતી.
હવે આને જાેતા મેડિકલ સહાય માટે પરિવાર પણ એક્ટિવ થઈ ગયું હતું. યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી દેવાયો હતો. જાેકે અહીં પહોંચતા જ હોસ્પિટલમાં હાજર ડોકટરની ટીમે આ યુવકને મૃત જાહેર કરી દીધો હતો. આ યુવકના મૃત્યુ પાછળનું કારણ ચકાસણી કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં પણ કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.