Australia સામે વન-ડે સીરિઝ માટે કયા ક્રિકેટરો પડતા મૂકાયા
ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
(એજન્સી)નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ ૧૭ માર્ચથી બંને ટીમો વચ્ચે વન-ડે સીરિઝ શરૂ થશે.
ત્રણ મેચોની સીરિઝની પહેલી મેચ મુંબઈની Wankhede Stadiumમાં રમાશે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા નહીં રમી શકે. બીસીસીઆઈએ જણાવ્યું કે, પારિવારિક કારણોથી રોહિત સીરિઝની પહેલી મેચ નહીં રમી શકે. તેના બદલે હાર્દિક પંડ્યા કેપ્ટનશિપ સંભાળશે.
ભારત માટે ૨૦૧૩માં છેલ્લી વન-ડે રમનારા જયદેવ ઉનડકટને આ સીરિઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે. તેને ૧૦ વર્ષ પછી આ ફોર્મેટમાં રમવાની તક મળી શકે છે.
TEAM SAURASHTRA! It isn’t just a team, it is an emotion! It is love! It is fire & ice & everything nice..
This is special guys! To many more trophies & memories..
❤️❤️❤️ pic.twitter.com/oUKAZTvByb— Jaydev Unadkat (@JUnadkat) February 19, 2023
team india announced for odi series against australia
વન-ડે સીરિઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ,કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ.
Team India for ODI Series: Rohit Sharma (Captain), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, KL Rahul, Ishan Kishan (Wicket Keeper), Hardik Pandya (Vice Captain), Ravindra Jadeja, Kuldeep Yadav, Washington Sundar, Yuzvendra Chahal, Mohammad Shami, Mohammad Siraj, Umran Malik, Shardul Thakur, Akshar Patel, Jaydev Undkat