સંજેલી તાલુકામાં આવાસ દિનની ઉજવણી કરવામાં આવી
પ્રતિનિધિ સંજેલી: સંજેલી તાલુકાના કરંબા ગ્રામ પંચાયત ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ નવીન આવાસના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ તથા ખાતમુહૂર્ત કરાવતાં સંજેલી તાલુકાના પ્રમુખ શાંતાબેન જગદીશભાઇ પરમાર સરપંચ તલાટી તથા વિસ્તરણ અધિકારી એમ બી બારિયા જિલ્લામાંથી આવેલ પ્રતિનિધિઓ ગ્રામજનો ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસમાં ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત વિસ્તરણ અધિકારી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા અને બાંધકામ વિશે વિસ્તૃત માહિતી આપી લોકોને માહિતગાર કર્યા હતા