OMG:એવું તે શું થયું કે માતાએ પોતાના દીકરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી !
અમદાવાદ, નડિયાદની એક ૫૮ વર્ષીય વિધવાએ તેના પુત્રની બેદરકારીથી વાહન ચલાવવા બદલ પોલીસને જાણ કરી હતી. મહિલાએ વારંવાર તેને જાેખમતી રીતે વાહન ચલાવવા બદલ ચેતવણી આપી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. રવિવારના રોજ એક અકસ્માત સર્જાયો હતો અને તેમાં તેના ખભામાં ફ્રેક્ચર થયું હતું.
નડિયાદના દેગમ પટેલ ફળિયામાં રહેતા મીના પટેલે વસો પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર આનંદ વિરુદ્ધ બેફામ ડ્રાઈવિંગનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવી હતી. મીના પટેલે પોતાની ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, આઠ મહિનાં પહેલાં તેના પતિનું મોત થઈ ગયું હતું. તેઓ પોતાના ૩૪ વર્ષીય પુત્ર આનંદ સાથે રહે છે અને તેના પર ર્નિભર છે. તેઓ એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
રવિવારે સવારે તેઓને નડિયાદ ખાતે કોઈને મળવા જવાનું થયું હતું. જેથી તેઓએ આનંદને મુકવા માટે આવવાનું કહ્યું હતું. જાે કે, તેના બાઈકમાં કોઈ ખામી થઈ હોવાથી તેણે તેના મિત્ર પાસેથી બાઈક લીધી હતી.
જાે કે, તેણે બાઈકની બ્રેક બરાબર છે કે નહીં તે ચેક કર્યુ નહોતું અને બાઈક ધીમે ચલાવવાના બદલે તે પૂરપાટ ઝડપે બાઈક ચલાવી રહ્યો હતો. થોડી વાર પછી અચાનક તેણે બ્રેક મારી હતી.
જે બાદ બાઈક સ્લીપ ખાઈ ગયુ હતુ અને નીચે પડી ગયું હતું. જે બાદ અકસ્માતમાં માતા અને પુત્ર બંને ઘાયલ થયા હતા. જે બાદ આનંદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો. ખભામાં ફ્રેક્ચર થતા સારવાર ચાલી હતી. ત્યાર પછી તેઓએ પોતાના પુત્રને સુધારવા માટે તેની સામે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
તેઓએ ફરિયાદમાં જણાવ્યું કે, મારો દીકરો ઓવરસ્પીડમાં વાહન ચલાવી રહ્યો હતો અને તેની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં હું ઘાયલ થઈ હતી. હું તેની સામે આ ફરિયાદ નોંધાવી રહી છું, જેથી આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. મહિલાની ફરિયાદ બાદ વસો પોલીસે આનંદ પટેલ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS