પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ દ્વારા જોશ-2023 રમતગમતની સ્પર્ધાનું આયોજન કરાયું
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ (WRWWO) દ્વારા અમદાવાદ મંડળ ના એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે રમતગમત સ્પર્ધા જોશ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ઇનામ વિતરણ અને સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. Josh-2023 sports competition was organized by Western Railway Women Welfare Association Ahmedabad
કાર્યક્રમના મુખ્ય મહેમાન અને મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈને જણાવ્યું હતું કે આ પ્રકારનાં કાર્યક્રમો માત્ર ઉત્સાહ જ નહીં પરંતુ અમારા બાળકોમાં સકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે.
રમતગમતમાં ભાગ લેવો અને ખેલદિલીની ભાવનાથી રમત રમવી એ સૌથી જરૂરી છે. આપણા બાળકોએ આવા રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવો જોઈએ કારણ કે રમતગમત એ સ્વસ્થ શરીર, સ્વસ્થ મનની નિશાની છે.
આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ ના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈને જણાવ્યું હતું કે જોશ-2023 રમતગમત સ્પર્ધા જેમાં તારીખ 11 ફેબ્રુઆરી 2023 ના રોજ ઓફિસર્સ ક્લબ ગાંધીગ્રામ ખાતે અને 19 ફેબ્રુઆરી 2023 ના રોજ એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે 11 વિવિધ ઇવેન્ટમાં 210 થી વધુ રેલવે કર્મચારીઓ નાં જેમાં 6 થી 17 વર્ષની વયના બાળકોએ ભાગ લીધો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જોશની શરૂઆત એ જ ભાવનાથી કરવામાં આવી હતી. જેથી આપણે બાળકોમાં રમત પ્રત્યેની રુચિ જગાડી શકીએ અને તેમની અંદર છુપાયેલા ખેલાડીઓને બહાર લાવી શકીએ. જોશ-1 માં, અમે આ વિચારને સંપૂર્ણપણે અમલમાં મૂકી શક્યા. તેના પ્રત્યે તમારા બધાનો વધતો જતો ક્રેઝ આ હકીકતનો પુરાવો છે.
શ્રીમતી ગીતિકા જૈને જણાવ્યું હતું કે આ કાર્યક્રમના આયોજનની શરૂઆત જ કંઈક સારું કરવાનો અમારો પ્રયાસ હતો. આપ સૌનો સાથ, આપનો વિશ્વાસ અને અમારી સંસ્થાના સભ્યોના અથાક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ થયો.
આ સ્પર્ધામાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ, રનિંગ, લોંગ જમ્પ, કલેક્ટ ધ બોલ્સ, હર્ડલ રેસ અને રિલે રેસ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર બાળકોને મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન અને શ્રીમતી ગીતિકા જૈન દ્વારા મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંડળ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદના પ્રમુખ સહિત સંસ્થાના સભ્યો, જેમાં રેલવેના અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા.