Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

તસનીમ શેખ Anupama માંથી ઘણા સમયથી ગાયબ છે

મુંબઈ, તસનીમ શેખ, જે હાલ ટીવી સીરિયલ અનુપમામાં જાેવા મળી રહી છે તે પોતાના ટ્રેકથી ખુશ નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી, એક્ટ્રેસ ભાગ્યે જ શોમાં જાેવા મળી રહી છે અને તેથી હવે તે નવો પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચારી રહી છે. તે મિસિસ રાખી દવેનું પાત્ર ભજવી રહી છે, જે કિંજલની મમ્મી અને તોષુની સાસુ છે.

તેણે કહ્યું હતું કે ‘શરૂઆતમાં મેં એક મજબૂત ભૂમિકા ભજવી હતી. હું શોમાં વિલન બની હતી, જે હંમેશા મુશ્કેલીઓ ઉભી કરતી હતી અને અનુપમાને ટોણો મારતી હતી. મને ખુશી છે કે પ્રોડક્શન હાઉસે મને આ રોલ માટે પસંદ કરી અને હું તેમ પણ સમજું છું કે દરરોજ ટ્રેક તમારા પર ફોકસ ન રહી શકે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી મારી પાસે શોમાં કરવા માટે કંઈ નથી.

હું શો સાથે કામ કરવાનું યથાવત્‌ રાખીશ પરંતુ હવે હું બીજા પ્રોજેક્ટ પણ લેવા માગુ છું કારણ કે મારી પાસે ઘણો સમય છે. તસનીમે ઉમેર્યું હતું કે ‘ક્રિએટીવ ટીમ પણ આ વાત સાથે સમંત થઈ છે અને આ સીરિયલની સાથે કોઈ બીજા પ્રોજેક્ટમાં કામ કરું તેની સામે તેમને વાંધો નથી. અનુપમા છોડવાનો મારો કોઈ પ્લાન નથી પરંતુ મને લાગે છે કે આ સાથે હું બીજું પણ મેનેજ કરી શકું છું તો કેમ નહીં?’.

ખૂબ જલ્દી કંઈક રસપ્રદ મળશે તેવી એક્ટ્રેસને આશા છે. તેણે કહ્યું હતું કે ‘એક્ટર તરીકે, તમે વધુ કામ કરવા અને અલગ-અલગ પ્રકારના રોલ કરવા માગો છો. જાે હું અહીંયા સાસુનું પાત્ર ભજવી રહી હોવ તો બીજા શોમાં એકદમ અલગ કરવા માગીશ. અનુપમા પહેલા હું સલિમ અનારકલીનો ભાગ હતી. તેથી, આશા રાખું છું કે મેકર્સ તેવું ન સમજે કે હું અનુપમામાં વ્યસ્ત છું તેથી બીજાે પ્રોજેક્ટ લઈ શકું તેમ નથી.

અનુપમાના હાલના ટ્રેકની વાત કરીએ તો, તોષુને પેરાલિસિસ થયો છે અને તેથી તે હલનચલન કરી શકે તેમ નથી. બીજી તરફ, કિંજલે ઘરની તમામ જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડી લીધી છે. એક મા તરીકે અનુપમા તોષુને પણ સમય આપી રહી છે અને તેથી બાને આગળથી સંભાળી લેવા માટે કહે છે. કારણ કે તે પતિ અનુજ અને દીકરી અનુ સાથે રહેવા માગે છે.

આ દરમિયાન તોષુને હોસ્પિટલે ચેકઅપ માટે લઈ જવાનો હોવાથી બા અનુપમાને ફોન કરે છે પરંતુ તે ના પાડી દે છે. અનુજ તેને જવા માટે અને હાલ અનુએ તેની અસલી મમ્મી માયા સાથે રહેવાની જરૂર હોવાનું કહે છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers