Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

South Superstar ધનુષે માતા-પિતાને ગિફ્ટ કર્યું આલીશાન ઘર

મુંબઈ, મહાશિવરાત્રીના શુભ અવસર પર સાઉથના સુપરસ્ટાર ધનુષે તેના માતા-પિતાને ખુશ કરી દીધા છે. તેણે ચેન્નઈમાં તેના માતા-પિતાને એક આલીશાન ઘર ગિફ્ટ કર્યું હતું. તેણે તેના માતા-પિતા માટે ૧૫૦ કરોડનું આલીશાન ઘર લીધું હતું. આ સુંદર ઘર માટે એક નાનકડી પાર્ટીનું પણ આયોજન કર્યું હતું.

શિવરાત્રિ નિમિત્તે તેમણે પૂજા અર્ચના કરી અને માતા-પિતા સાથે પ્રસંગની ઉજવણી કરી. હવે ધનુષના પરિવારની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ચાલો ધનુષના નવા ઘરની તસવીરો જાેઈએ. ધનુષે મહા શિવરાત્રીના અવસર પર ચેન્નઈમાં નવા ઘરમાં પ્રવેશ કર્યો.

આ સુંદર હવેલી જેવા ઘરની ઝલક દિગ્દર્શક સુબ્રમણ્યમ શિવાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. તેણે ધનુષને અભિનંદન આપતી લાંબી નોટ પણ શેર કરી. આ તસવીરોમાં ધનુષનો નવો લૂક સાવ અલગ જ દેખાઈ રહ્યો છે. તે વધારે દાઢી સાથે સફેદ પાયજામા સાથે વાદળી કુર્તામાં જાેઈ શકાય છે. આ તસવીરોમાં તેની વધતી દાઢી અને લાંબા વાળ બધાનું ધ્યાન ખેંચી રહ્યા છે.

ડિરેક્ટર સુબ્રમણ્યમે લખ્યું- મારા નાના ભાઈ ધનુષે તેના માતા-પિતા માટે એક ઘર ખરીદ્યું છે. તેણે પોતાના માતા-પિતા માટે આ સ્વર્ગ બનાવ્યું છે. તે હંમેશાં ખુશ રહે અને આવી જ પ્રગતિ કરતા રહે. ઘણા યુવાનો તેમની પાસેથી પ્રેરણા લેશે. તે એક મહાન કામ કરી રહ્યો છે.

ધનુષનું આ નવું ઘર ચેન્નઈમાં છે. સાઉથ એક્ટર ધનુષ કે. રાજા અને પત્ની ઐશ્વર્યા રજનીકાંતે ૧૮ વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકી દંપતી તરીકે અલગ થવાનો ર્નિણય લીધો હતો. ૨૦૨૨માં ધનુષ અને ઐશ્વર્યાએ આ વાતની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી.

લખ્યું હતું કે ‘૧૮ વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઊભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે. ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો ર્નિણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ.

અમારા ર્નિણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજાે. ઓમ નમો શિવાય! પ્રેમ ફેલાવતા રહો-ધનુષ’.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers