Western Times News

Gujarati News

Bollywood:સોનમ કપૂરે શેર કર્યો ૬ મહિનાના દીકરા વાયુનો ક્યૂટ વીડિયો

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજા ૨૦ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ દીકરાના પેરેન્ટ્‌સ બન્યા હતા. દીકરાના જન્મને એક મહિનો થતાં સોનમ અને આનંદે દીકરાનું નામ જાહેર કર્યું હતું સાથે જ તેની તસવીર શેર કરી હતી. સોનમ કપૂર અને આનંદ આહુજાએ દીકરાનું નામ વાયુ કપૂર આહુજા પાડ્યું છે. બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અત્યારે પેરેન્ટહૂડનો આનંદ માણી રહી છે.

તાજેતરમાં અભિનેત્રી અને તેના પુત્રની એક તસવીર અને ક્યૂટ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સોનમના પુત્ર વાયુની મસ્તી અને નિર્દોષતા સ્પષ્ટપણે જાેવા મળે છે. ૬ મહિનાનો વાયુ જમીન પર રાખેલા રમકડાંને પકડીને રમવાનો પ્રયાસ કરતો જાેવા મળે છે.

વાયરલ થઈ રહેલી તસવીરમાં વાયુ તેની માતા સોનમના ખોળામાં લાડ લડાવતો જાેવા મળી રહ્યો છે. આ તસવીર અને વીડિયોને સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. વાયુનો વાયરલ વીડિયો સોનમે પોતે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.

આ પોસ્ટ શેર કરતા અભિનેત્રીએ લખ્યું, ‘વાયુ ૬ મહિનાનો છે. ‘ વીડિયો સિવાય પોસ્ટમાં એક ક્યૂટ તસવીર પણ છે, જેમાં વાયુ મમ્મીના ખોળામાં બેઠેલો જાેવા મળી રહ્યો છે. મળેલી માહિતી અનુસાર, સોનમ કપૂર અને આનંદ આહુજાએ દીકરા માટે કેટલાક નામ પસંદ કરીને રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

પસંદ કરેલા ત્રણ નામોમાંથી વાયુ પણ એક હતું. જાેકે, કપલે દીકરાના નામ પાછળ કપૂર અને આહુજા બંને સરનેમ લગાવવા માટે મક્કમ હતું. સંજય જુમાનીએ સલાહ આપી હતી કે, તેમના પહેલા સંતાન માટે વાયુ નામ પર્ફેક્ટ રહેશે એટલે જ કપલે આ નામ પર મહોર મારી હતી.

સંજય બી. જુમાનીએ એમ પણ જણાવ્યું કે, ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી સોનમ કપૂરની જેમ તેનો દીકરો વાયુ પણ બોલિવુડમાં એન્ટ્રી લેશે. તેમણે કહ્યું, “વાયુ ખૂબ રોમેન્ટિક અને ક્રિએટિવ વ્યક્તિ બનશે.” ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂરે ૨૦૧૮માં બોયફ્રેન્ડ આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા.

સોનમે અગાઉ જણાવ્યું હતું કે, તેણે બેબી પ્લાનિંગ ક્યારનું કરવાનું વિચાર્યું હતું પરંતુ મહામારીના કારણે વિલંબ થયો હતો. વાયુ કપૂર આહુજા સોનમ અને આનંદનું પહેલું સંતાન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.