Western Times News

Gujarati News

તુર્કીથી પાછી આવેલી ‘ઓપરેશન દોસ્ત’ની ટીમને મળ્યા પ્રધાનમંત્રી

તુર્કીમાં ઓપરેશન દોસ્ત પૂર્ણ ભારતીય જવાનોને પ્રેમભરી વિદાય

(એજન્સી)નવી દિલ્હી, તુર્કી માં આવેલા ભીષણ ભૂકંપમાં મદદ કરવા પહોંચેલી ભારતની NDRF ટીમનું ઓપરેશન દોસ્ત પૂર્ણ થયુ છે. જ્યારે ભારતીય ટીમ પરત આવી રહી હતી ત્યારે તુર્કીના લોકોએ ભારતીય ટીમને ભવ્ય વિદાય આપી હતી.

PM Narendra Modi તૂર્કીમાં આવેલા ભૂકંપ બાદ મદદે પહોંચેલી ભારતની ટીમને મળ્યા હતા. ‘Operation Dost’  બાદ ભારત આવેલી ટીમ સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી હતી અને બધાને શાબાશી આપી હતી અને કહ્યુ હતું કે, ‘ઓપરેશન દોસ્ત’ સાથે જોડાયેલી આખી ટીમે અદ્ભુત ક્ષમતા દર્શાવી છે.  દેશને તમારા બધા પર ખૂબ ગર્વ છે.

The Prime Minister met the ‘Operation Dost’ team that returned from Turkey

દેશ કોઈ પણ હોય, માનવતા, માનવીય સંવેદનશીલતાની વાત હોય તો ભારત માનવ હિતને સર્વોપરી રાખે છે. તુર્કીમાં ભૂકંપ પછી તમે જે રીતે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું, ત્યાં દરેક પડકારોનો સામનો કર્યો, તે ખરેખર પ્રેરણાદાયક છે. આ વખતે અમારી દીકરીઓ ગઈ, પહેલીવાર ગઈ અને જ્યાં સુધી હું જાણું છું… આ દીકરીઓની હાજરીએ ત્યાંની મહિલા વિશ્વમાં પણ આત્મવિશ્વાસ પેદા કર્યો.

એરપોર્ટ પર ભેગા થયેલા સ્થાનિક લોકોએ તાલીઓનું માન આપીને ભારતીય ટીમનો આભાર માન્યો હતો. આવો જ નજારો Turkeyના ઈસ્કેંડરનમાં ભારતીય સેનાની મેડિકલ ટીમે વિદાય લીધી ત્યારે જાેવા મળ્યો હતો. આ દરમિયાન ટર્કિશ લોકોએ ભારતીય સેનાના ૬૦ પૈરા ફીલ્ડ હૉસ્પિટલના ડૉક્ટર અને મેડિકલ સ્ટાફનો તાલી વગાડીને આભાર માન્યો હતો.

તુર્કીમાં ભૂકંપ બાદ મદદ કરવા માટે પહોંચેલી એનડીઆરએફ અને સેનાની ફીલ્ડ હૉસ્પિટલની ટીમે સેંકડો ટર્કિશ લોકોની ન માત્ર જાન બચાવી પરંતુ હજારો ઘાયલ લોકોની સારવાર પણ કરી હતી.મોટી વાત તો એ છે કે, મદદ માટે ભારતીય ટીમ તુર્કીની સરકાર પર ર્નિભર રહી ન હતી. મદદ માટે ગયેલી ભારતીય ટીમ તમામ પ્રકારની વસ્તુઓ સાથે લઈને ગઈ હતી.

જ્યારે મેડિકલ સપ્લાઈ પણ ભારત તરફથી દરરોજ મોકલવામાં આવતો હતો. ભારતીય ટીમની આ નિઃસ્વાર્થ ભાવની સેવાનો આભાર માનવા તુર્કીના લોકો એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તાલિયો વાગાડીને આભાર માન્યો હતો. એરપોર્ટ પરનો આ રોમાંચક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે તુર્કી ભૂકંપમાં બેહાલ થઈ ગયુ ત્યારે ભારતે સૌથી પહેલા બચાવ અને રાહત કામગીરીની મદદ મોકલી હતી. ભારત સરકારે ૨૪ કલાકની અંદર સેનાની ફીલ્ડ હૉસ્પિટલ તુર્કીમાં સ્થાપિત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.