Western Times News

Gujarati News

જ્હાન્વી-અનન્યાને પણ ટક્કર મારે એવી છે અક્ષયની ભત્રીજી Naomika Saran

મુંબઈ, અક્ષય કુમારની ભત્રીજી Naomika Saran સુંદરતાના મામલામાં કોઈપણ યંગ એક્ટ્રેસને ટક્કર આપી શકે છે. શનાયા કપૂર અને સુહાના ખાન ખૂબસૂરતીમાં નાઓમિકા સામે પાણી ભરે. હાલમાં જ ડિમ્પલ કાપડિયા સાથે નાઓમિકા સરનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટોઝમાં સુંદર છોકરીને જાેઈને નેટીઝન્સના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે તે કોણ છે.

તમને જણાવી દઈએ કે, Naomika Saran ડિમ્પલ કાપડિયાની પૌત્રી એટલે કે રિંકી ખન્નાની દીકરી છે. Twinkle Khannaની બહેન અને Akshay Kumarની સાળીની દીકરી Naomika Saran હવે પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નાઓમિકા કથક ડાન્સર પણ છે.

થોડા સમય પહેલા ટિ્‌વંકલે પણ તેની તસવીર પોસ્ટ કરીને તેના ટેલેન્ટના વખાણ કર્યા હતા. હાલમાં જ તેની દાદી Dimple Kapadia સાથે જાેવા મળી હતી. તેણે અચાનક લોકોનું ધ્યાન ખેંચ્યું. Naomika Saran તેના પરિવારની ખૂબ નજીક છે. તેનો તેના કઝીન બ્રધર આરવ સાથે પણ સારો તાલમેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Naomika Saran (@naomika14)

ખરેખર, તાજેતરમાં જ નાઓમિકા સરને Arav bhatia એટલે કે અક્ષય કુમારના પુત્ર સાથે તેની સુંદર તસવીરો શેર કરી હતી. જે બાદ નાઓમિકા ચર્ચામાં આવી છે. Naomika Saranની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ હતી. Naomika Saranની પોપ્યુલારિટી જાેઈને લાગે છે કે ટૂંક સમયમાં બોલિવૂડ સેલેબ્સની આ સ્ટાર કિડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Naomika Saran (@naomika14)

જાે આવું થાય તો અક્ષય કુમારના ફેન્સ નાઓમિકાને ખિલાડી કુમારની ફિલ્મમાં જાેવા ઈચ્છશે. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૩માં રિંકી ખન્નાએ એક્ટિંગ છોડીને બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા હતા. ત્યારથી તે લંડનમાં રહેવા લાગી.

વર્ષ ૨૦૦૪માં રિંકીએ નાઓમિકાને જન્મ આપ્યો. રિંકી છેલ્લે ૨૦૦૩માં આવેલી ફિલ્મ ‘ચમેલી’માં જાેવા મળી હતી. યુકેમાં હોવાને કારણે મીડિયામાં તેમના વિશે ઘણું વાંચવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.