Western Times News

Gujarati News

પેટ્રોન એક્ઝિમનો 16.69 કરોડનો IPO 21મી ફેબ્રુઆરીએ ખૂલ્યો

અમદાવાદ, 21 ફેબ્રુઆરી, 2023: એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ, એક્સિપિયન્ટ અને સોલવન્ટ્સની વિશાળ શ્રેણીના વેપાર અને વિતરણમાં અગ્રણી કંપની પૈકીની એક પેટ્રોન એક્ઝિમ લિમિટેડનો પબ્લિક ઈશ્યૂ 21 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. Patron Exim Ltd’s Rs. 16.69 crore public issue on BSE SME platform opens for subscription

કંપની તેની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાત અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂર્ણ કરવા માટે ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા રૂ. 16.69 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે.

પબ્લિક ઈશ્યૂ 24 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપનીને બીએસઈ એસએમઈ એક્સચેન્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઈશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે.

આઈપીઓમાં રૂ. 27 પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ રૂ.17ના પ્રીમિયમ સહિત)ના ભાવે રૂ. 10ની ફેસ વેલ્યુના 61.80 લાખ ઇક્વિટી શેર નવેસરથી ઈશ્યૂ કરવામાં આવશે જેનું મૂલ્ય રૂ. 16.69 કરોડ જેટલું થાય છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 4,000 શેર છે જેનું મૂલ્ય અરજીદીઠ રૂ. 1.08 લાખ જેટલું થાય છે. શ્રી નરેન્દ્રકુમાર પટેલ અને શ્રીમતી સુશીલાબહેન પટેલ કંપનીના પ્રમોટર્સ છે.

આ અંગે ટિપ્પણી કરતાં પેટ્રોન એક્ઝિમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નરેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, “અમે અન્ય બજારોમાં અમારી કામગીરી વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ જે અમને અમારા ક્લાયન્ટ બેઝ અને આવક વધારવા માટે આકર્ષક તકો પ્રદાન કરશે.

અમને આશા છે કે સૂચિત આઈપીઓ બાદ અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિતધારકો માટે ગુણવત્તાયુક્ત ઉત્પાદનોની સતત ડિલિવરી કરતી વખતે મહત્તમ મૂલ્ય સર્જન કરે. અમારું ધ્યાન વિસ્તરણ અને ભૌગોલિક વ્યાપ વધારીને વેચાણની માત્રા વધારવા પર છે.

અમે પ્રાપ્ત થનાર રકમનું રોકાણ કરવા જઈ રહ્યા છીએ જે અમારી કંપનીને અમારા વ્યવસાયો માટે વધારાના બજારો પૂરા કરવામાં મદદ કરશે અને વ્યવસાયોના વર્ટિકલ એકીકરણમાં મદદ કરશે.”

ઇશ્યૂ પછી કંપનીની શેર મૂડી પબ્લિક ઇશ્યૂ પહેલાં રૂ. 17 કરોડથી વધીને રૂ. 23.18 કરોડ થશે. પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રુપ કંપનીમાં 97.06% હિસ્સો ધરાવે છે. આઈપીઓ પછીના પ્રમોટર જૂથનું હોલ્ડિંગ 71.18% રહેશે.

30 નવેમ્બર 2022 ના રોજ સમાપ્ત થયેલા નાણાંકીય વર્ષ 2023ના પ્રથમ 8 મહિના માટે કંપનીએ રૂ. 10.54 કરોડની આવક અને રૂ. 1.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. 30 નવેમ્બર 2022ના રોજ કંપનીની નેટવર્થ અને કુલ સંપત્તિ અનુક્રમે રૂ. 16.26 કરોડ અને રૂ. 24.48 કરોડ નોંધાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.