હૈતીમાં ૬.૪ની તીવ્રતાનો ભૂકંપ, ત્રણ જણાંનાં મોત
હૈતી, તુર્કીમાં મહાવિનાશ બાદ ફરી હૈતી પ્રાંતમાં વધુ એક શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૪ આંકવામાં આવી હતી. આ પ્રાંતમાં બે અઠવાડિયા પહેલા ભૂકંપ આવ્યો હતો. આ સિવાય તુર્કીના અંતાક્યા શહેરમાં સોમવારે ૬.૩ની તીવ્રતાના ભૂકંપના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. તેની અસર સીરિયામાં પણ જાેવા મળી હતી. રાહત અને બચાવ કામગીરી પહેલાથી જ ચાલી રહી છે જેને હવે વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે.
સોમવારે તુર્કીના કેટલાક ભાગોમાં ૬.૪ની તીવ્રતાનો નવો ભૂકંપ આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. બીજી તરફ ૨૦૦ થી વધુ ઘાયલ થયા હતા. ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ડેફ્ને શહેરમાં હતું. ૬ ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપની તીવ્રતા ૭.૮ હતી. સીરિયા, જાેર્ડન, સાયપ્રસ, ઈઝરાયેલ અને ઈજિપ્ત સુધી આંચકા અનુભવાયા હતા.૬ ફેબ્રુઆરીએ તુર્કી અને સીરિયામાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ ૪૫,૦૦૦ લોકો માર્યા ગયા હતા.SS2.PG