મોરેશિયસમાં ફ્રેડી વાવાઝોડાના ડરે અનેક ફ્લાઈટ્સ રદ કરાઈ
મોરેશિયસ, મોરેશિયસમાં વિનાશક વાવાઝોડાએ મોટું સંકટ ઊભું કર્યું છે. ગઈકાલે ફ્રેડી નામના ચક્રવાતથી થયેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી ચેતવણી પણ વધુ ભયાનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતને કારણે પવનની ઝડપ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગે આ ચક્રવાતને વર્ગ-૩ શ્રેણીનું ચક્રવાત ગણાવ્યું છે.મોરેશિયસમાં ચક્રવાતના જાેખમને ધ્યાનમાં રાખીને ઘણી ફ્લાઇટ્સ રદ્દ કરી છે અને તેના સ્ટોક એક્સચેન્જને બંધ કરી દીધા છે. લોકોને કોઈપણ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, દેશમાં કોઈ સરકારી સેવાઓ કાર્યરત નથી. જ્યારે જાહેર સ્થળો, દુકાનો, બેંકો અને પેટ્રોલ સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જાહેર પરિવહન સ્થગિત થઈ ગયું હતું. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, ચક્રવાત ફ્રેડી આઇલેન્ડ નજીક ઉત્તરમાં લગભગ ૧૨૦ કિલોમીટરના અંતરે પસાર થયું હતું અને લગભગ ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. SS2.PG