Western Times News

Gujarati News

દેશમાં જાન્યુ.માં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યા ૧.૨૫ કરોડને પાર પહોંચી ગઈ

નવી દિલ્હી, ભારતમાં એવિએશન સેક્ટર દરરોજ સફળતાનો એક નવો રેકોર્ડ બનાવી રહી છે. ફેબ્રુઆરી મહિનામાં દેશમાં હવાઈ પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો નોંધાયો છે. આ વધારો એટલા માટે ખાસ છે કારણ કે, એવિએશન સેક્ટરમાં ફેબ્રુઆરી મહિનો સૌથી ઓછો મુસાફરીનો સમયગાળો માનવામાં આવે છે, પરંતુ કોર્પોરેટ ટ્રાવેલ, જી૨૦ મીટિંગ અને એરો ઈન્ડિયાના કારણે આ મહિને ઘરેલુ મુસાફરોમાં ઝડપથી વધારો થયો છે. .

એવિઅશન રેગ્યૂલેશન ડીજીસીએના આંકડા મુજબ, જાન્યુઆરીમાં ડોમેસ્ટિક એર પેસેન્જરની સંખ્યા ૧.૨૫ કરોડને પાર પહોચી ગઈ છે. તો બીજી તરફ એરો ઈન્ડિયા અને જી૨૦ સંબંધિત ઘણી બેઠકોએ ફેબ્રુઆરીમાં ઉડ્ડયન ક્ષેત્રની વૃદ્ધિની ગતિ જાળવી રાખી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, ૧૯ ફેબ્રુઆરીએ દેશમાં ૪,૪૪,૮૪૫ હવાઈ મુસાફરોએ ઉડાન ભરી હતી. ૧૨ ફેબ્રુઆરીના રોજ આ સંખ્યા ૪,૩૭,૮૦૦ હતી. જ્યારે ડિસેમ્બરમાં ૨૪મીએ ૪,૩૫,૫૦૦ નંબરનો રેકોર્ડ બન્યો હતો.

ડીજીસીએ સોમવારે જાન્યુઆરી ૨૦૨૩માં દેશના એર ટ્રાફિકના આંકડા જાહેર કર્યા. આ મુજબ ગયા વર્ષની જાન્યુઆરીની સરખામણીએ આ વર્ષે સ્થાનિક હવાઈ મુસાફરોના ટ્રાફિકમાં લગભગ બમણો વધારો નોંધાયો છે. જાન્યુઆરી ૨૦૨૨માં હવાઈ મુસાફરોની કુલ સંખ્યા લગભગ ૬૪ લાખ હતી, જ્યારે જાન્યુઆરી ૨૦૨૩ માં તે વધીને ૧.૨૫ કરોડ થઈ ગઈ. એટલે કે એર ટ્રાફિકમાં અંદાજે ૯૬ ટકાનો વધારો જાેવા મળ્યો છે.

અગાઉ ૧૨ ફેબ્રુઆરીએ ૪,૩૭,૮૦૦ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. અને ગયા વર્ષે ૨૪મી તારીખે સૌથી વધુ ૪,૩૫,૫૦૦ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી.નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યંષ હતું કે, રવિવારે (૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩) ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા લગભગ ૪.૪૫ લાખ હતી, જે હજી વધુ એક રેકોર્ડ હતો. ટિ્‌વટ કરતાં તેમણે કહ્યું કે, કોવિડ પછી ઘરેલુ હવાઈ મુસાફરોની અવરજવર એક નવું સ્તર હાંસલ કરી છે. ડોમેસ્ટીક એવિગેશન કંપનીઓએ રવિવારે કુલ ૪,૪૪,૮૪૫ લોકોએ મુસાફરી કરી છે, જે એક મોટો આંકડો છે.

નોંધનીય છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં દેશમાં હવાઈ મુસાફરીમાં અચાનક વધારો થવા પાછળનું સૌથી મોટું કારણ કોર્પોરેટ મીટિંગ, જી૨૦ કોન્ફરન્સ અને એરો ઈન્ડિયા છે.
એક અહેવાલ અનુસાર, ટ્રાવેલ વેબસાઈટ લેક્સીગો, મેકમાય ટ્રીપ વગેરે પર બુકિંગની સંખ્યામાં ૨૦ ટકા સુધીનો વધારો નોંધાઈ રહ્યો છે. તહેવારોની મોસમને કારણે ઉડ્ડયન ઉદ્યોગ માટે ઓક્ટોબર અને નવેમ્બર મહિના સારા રહ્યા હતા. તે જ સમયે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અલગ-અલગ બેઠકોના કારણે હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે લગ્નની સિઝનને કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. નિષ્ણાતોના મતે, આ વેપાર માર્ચમાં પણ જાેવા મળી શકે છે કારણ કે, હોળી દરમિયાન મોટી સંખ્યામાં લોકો તેમના ઘરે જાય છે.

જાન્યુઆરીમાં દેશની સૌથી મોટી એરલાઈન્સનો માર્કેટ શેર ઘટ્યો છે. તે હવે ઘટીને ૫૪.૬ ટકા પર આવી ગયું છે, જાે કે તે હજુ પણ બજારમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. ઓગસ્ટ ૨૦૨૨માં ઈન્ડિગોનો માર્કેટ શેર ૫૯.૭૨ ટકા હતો. જાન્યુઆરી ૨૦૨૩માં ઈન્ડિગોથી ઉડાન ભરનારા મુસાફરોની સંખ્યા ૬૮.૪૭ લાખ હતી.

એ જ રીતે જાન્યુઆરીમાં એર ઈન્ડિયા અને વિસ્તારાના ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક અનુક્રમે ૧૧.૫૫ લાખ અને ૧૧.૦૫ લાખ હતા. તેમનો બજાર હિસ્સો અનુક્રમે ૯.૨ ટકા અને ૮.૮ ટકા હતો. ગો ફર્સ્ડનો ડોમેસ્ટિક એર પેસેન્જર ટ્રાફિક ૧૦.૫૩ લાખ હતો, જ્યારે એરએશિયા ઈન્ડિયા મુસાફરની સંખ્યા ૯.૩૦ લાખ રહી. બીજી તરફ આ સમયગાળા દરમિયાન ૯.૧૪ લાખ લોકોએ સ્પાઈસ જેટની ફ્લાઈટ દ્વારા મુસાફરી કરી હતી.SS2.PG


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.