બોલિંગ કરવાની ઓછી તક મળતી હોવાની અક્ષરની ફરિયાદ
નવી દિલ્હી, બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઈન્ડિયન ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેના યોગદાનથી જ અત્યારે ભારતીય ટીમ સિરીઝમાં ૨-૦થી આગળ છે. શરૂઆતની બંને મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના શ્રેયમાં રવીન્દ્ર જાડેજાનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. પરંતુ હવે આ દરમિયાન એવી અટકળો વહેતી થઈ રહી છે કે એક ખેલાડી રવીન્દ્ર જાડેજાથી નારાજ ચાલી રહ્યો છે. ચલો આપણે આ સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર કરીએ.
ઈન્ડિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ શાનદાર ગેમ રમી હતી. જેના પરિણામે ઓલરાઉન્ડર અક્ષર પટેલને બોલિંગ કરવાની તક ઓછી મળી હોવાના અહેવાલો મળી રહ્યા છે. તેવામાં હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અક્ષર પટેલે પોતાને ઓછી બોલિંગ કરવાની તક મળતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે જાડેજા સાથે આ મુદ્દે ચર્ચા પણ કરી હતી. જાણો અક્ષર પટેલે આ ચર્ચા કયા માધ્યમ પર કરી હતી.
બીસીસીઆઈએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અક્ષર પટેલ તાત્કાલિક રવીન્દ્ર જાડેજાને કહી રહ્યો છે કે સર મારી બોલિંગ તો આવી જ નથી રહી. અક્ષરને બોલિંગ નથી આપવી એટલે આ પ્રમાણેનું પ્રદર્શન કરી રહ્યા છે. જાેકે આના જવાબમાં જાડેજાએ કહ્યું કે ભારતમાં પિચ એ પ્રમાણેની છે. જેથી કરીને સ્પિનર્સની જવાબદારી વધી જાય છે. વળી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રિવર્સ સ્વિપ રમવી વધારે ગમે છે. તેથી મે એ પ્રમાણે સ્ટમ્પની લાઈન પકડી રાખીને બોલિંગ કરી હતી. જેથી કરીને તેઓ જેમ લાઈન મિસ કરે કે તરત જ બોલ્ડ થઈ જાય.
રવિન્દ્ર જાડેજાએ દિલ્હી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ૪૨ રનમાં ૭ વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. રવીન્દ્ર જાડેજાએ પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ૨૨ ઓવર નાંખીને ૫ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ ૧૨ ઓવર નાંખીને ૨ વિકેટ ઝડપી હતી. વળી આમ જાેવા જઈએ તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં લેતા ભારત માટે આ ટેસ્ટ સિરિઝ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.SS2.PG